ધોરણ 12 | విષય: bhugol
માનવ ભૂગોળનો અર્થ: માનવ ભૂગોળ એ ભૌતિક પર્યાવરણ અને માનવ સમાજ વચ્ચેના સતત પરિવર્તનશીલ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તેમાં માનવીને કેન્દ્ર સ્થાને રાખીને પૃથ્વી પરની તેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે.
અભ્યાસ ક્ષેત્રો:
માનવવસ્તી: માનવ પ્રજાતિઓ, વસ્તીનું વિતરણ, ગીચતા, વૃદ્ધિ અને સ્થળાંતર.
માનવીય પ્રવૃત્તિઓ: માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ (જેમ કે કૃષિ, શિકાર, ઉદ્યોગ, પરિવહન, વ્યાપાર).
માનવ વસાહતો: ગ્રામીણ અને શહેરી વસાહત પ્રણાલીઓ તેમજ તેની સમસ્યાઓ.
સાંસ્કૃતિક બાબતો: ભાષા, સાહિત્ય, ધર્મ, સંગીત, પરંપરાઓ અને સામાજિક સંગઠનો.
સંસાધન સંરક્ષણ: ભવિષ્ય માટે કુદરતી સંસાધનોનું મૂલ્યાંકન અને યોજનાઓ.
સંશોધન યુગ (15મીથી 18મી સદી): શોધ-પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની માહિતી એકત્ર થઈ અને નકશાનિર્માણનો વિકાસ થયો.
બર્નાર્ડ વૅરેનિયસનું પ્રદાન: તેમણે 'Geographia Generalis' પુસ્તકમાં ભૂગોળના બે ભાગ પાડ્યા: (1) સામાન્ય ભૂગોળ અને (2) વિશિષ્ટ ભૂગોળ.
19મી સદી: પ્રાકૃતિક ભૂગોળની સામે પ્રતિક્રિયા રૂપે માનવી અને પર્યાવરણના સંબંધોને મહત્ત્વ મળતાં 'માનવ ભૂગોળ'નો સ્વતંત્ર શાખા તરીકે ઉદ્ભવ થયો.
20મી સદી અને આધુનિક સમય: માનવ ભૂગોળમાં સાંસ્કૃતિક, આર્થિક, વર્તનલક્ષી અને માનવ કલ્યાણ જેવા આંતરવિષયક અભિગમો ઉમેરાયા.
માનવ ભૂગોળના મુખ્ય અભિગમો:
ઐતિહાસિક અભિગમ
ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ
પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ
વર્તનલક્ષી અભિગમ
માનવ કલ્યાણલક્ષી અભિગમ
માનવ કલ્યાણલક્ષી અભિગમ (વિગતવાર): આ અભિગમ માનવ સમાજની ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ અને આંતકવાદ જેવી સમસ્યાઓને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં સમજે છે. તેનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય (Social Justice) આપવાનો છે, જેથી વિશ્વના તમામ નાગરિકોને કુદરતી સંસાધનો પર સમાન અધિકાર મળે અને તેમની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે.
કેન્દ્રીય વિચાર: આ વિચારધારામાં પ્રકૃતિ કરતાં માનવીને વધુ મહત્ત્વ અને સક્રિય ગણવામાં આવ્યો છે.
મુખ્ય મુદ્દા:
'સંભવવાદ' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ લુસિયાવ ફાવરે કર્યો હતો.
તેના મતે માનવી સંભાવનાઓનો સ્વામી છે અને પ્રકૃતિના તત્ત્વોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો નિર્ણય માનવી પોતે કરે છે.
ભૂગોળવેત્તા વિડાલ-ડી-લા-બ્લાશે આ વિચારધારાનો વ્યાપક પ્રચાર કર્યો હતો.
માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિસંબંધી વિશ્લેષણ: માનવ વસ્તી, તેમની કલા, કૌશલ્ય અને તેમના ફેલાવાનો અભ્યાસ કરવો.
પારિસ્થિતિક વિશ્લેષણ: કોઈ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્રમાં માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધો તપાસવા.
પ્રાદેશિક સમન્વય: સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમોને જોડીને પ્રદેશની આંતરિક રચના અને બાહ્ય સંબંધોને સમજવા.
કેન્દ્રીય વિચાર: આ વિચારધારા માનવીને નિષ્ક્રિય ગણે છે અને માને છે કે માનવીની તમામ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે.
મુખ્ય મુદ્દા:
કોઈપણ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસ પ્રાકૃતિક પરિબળો પર આધારિત હોય છે.
આ વિચારધારાના પ્રખર સમર્થકો કુમારી ઍલન સૅમ્પલ અને ઍલ્સવર્થ હંટિંગ્ટન હતા.
| તફાવતનો મુદ્દો | નિશ્ચયવાદ (નિયતિવાદ) | સંભવવાદ |
|---|---|---|
| મુખ્ય પરિબળ | પર્યાવરણને શ્રેષ્ઠ અને માનવીને નિષ્ક્રિય માનવામાં આવે છે. | માનવીને સક્રિય અને સંભાવનાઓનો સ્વામી માનવામાં આવે છે. |
| સમર્થકો | કુ. ઍલન સૅમ્પલ, હંટિંગ્ટન. | લુસિયન ફાવરે, વિડાલ-ડી-લા-બ્લાશ. |
પ્રાકૃતિક પર્યાવરણ: કુદરત દ્વારા સ્વયં નિર્મિત તત્ત્વોનો સમાવેશ થાય છે (જેમ કે પર્વતો, નદીઓ, આબોહવા, જંગલો).
સાંસ્કૃતિક પર્યાવરણ: માનવીએ પોતાની બુદ્ધિ અને ક્ષમતાથી બનાવેલા તત્ત્વોનો સમાવેશ થાય છે (જેમ કે રસ્તા, મકાનો, કૃષિ, ઉદ્યોગો).
સાચો વિકલ્પ: (c)