chapter 10

ધોરણ 12 | విષય: bhugol

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો

સાચો જવાબ: જળ પ્રદૂષણ: વધતી જતી વસ્તી, તીવ્ર શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે પાણીમાં અસહ્ય પ્રમાણમાં કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો ભળી જાય ત્યારે પાણી દૂષિત બને છે. આ સ્થિતિમાં પાણીમાં સ્વયં શુદ્ધ થવા


  • જળ પ્રદૂષણના કારણો:





    1. ઔદ્યોગિક કચરો: ચર્મ, કાગળ અને રસાયણ ઉદ્યોગોનું કેમિકલયુક્ત ગંદુ પાણી જળાશયોમાં ઠાલવવાથી.




    2. કૃષિ રસાયણો: હરિયાળી ક્રાંતિ પછી ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતરો અને કીટનાશકો વરસાદી પાણી સાથે નદી-તળાવોમાં ભળવાથી.




    3. સાંસ્કૃતિક ગતિવિધિઓ: નદી-સરોવર કાંઠે યોજાતા મેળાઓ, તીર્થયાત્રાઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓથી.






  • જળ પ્રદૂષણની અસરો:





    • જળચરો અને જળ આધારિત જીવસૃષ્ટિના જીવનચક્રમાં ભારે ખલેલ પહોંચે છે.




    • પ્રદૂષિત પાણી પીવાથી ઝાડા-ઊલટી, કૃમિ તથા હેપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગો થાય છે.




    • જમીનમાં પાણી ઉતરવાથી ભૂમિગત જળ દૂષિત થાય છે, જે ભવિષ્યની પેઢીઓ માટે જોખમી છે.




    • આવા પાણીથી સિંચાઈ કરવાથી પાક નષ્ટ થાય છે અથવા શાકભાજી અને ફળોમાં ઝેરી તત્ત્વો પ્રવેશ કરે છે.






ની ક્ષમતા રહેતી નથી, જેને જળ પ્રદૂષણ કહે છે.

સાચો જવાબ:

ગરીબીનો અર્થ: જ્યારે સમાજનો એક વર્ગ પોતાની જીવનજરૂરી પ્રાથમિક જરૂરિયાતો (જેમ કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ) પણ સંતોષી શકવા સમર્થ ન હોય, તેને ગરીબી કહે છે. વિશ્વબેંક મુજબ દૈનિક ૧ અમેરિકન ડૉલરથી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે ગણાય છે.





  • ગરીબી દૂર કરવાના ઉપાયો:





    1. વસ્તી નિયંત્રણ: દેશમાં ઝડપથી વધતી વસ્તી પર અસરકારક નિયંત્રણ મૂકવું.




    2. રોજગારલક્ષી યોજનાઓ: નાના અને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકો વધારવી.




    3. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ: વ્યાપક શિક્ષણ અને વ્યવસાયિક-કૌશલ્યલક્ષી તાલીમ આપવી.




    4. કૃષિ વિકાસ: ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીની સગવડો વધારવી જેથી ઉત્પાદન વધે.




    5. સામાજિક સુરક્ષા: ગરીબો માટે સસ્તા દરે અનાજ વિતરણ (PDS) અને ઓછા વ્યાજે ધિરાણ આપવું.






સાચો જવાબ:

ઘન કચરાની સમસ્યા: ઘરો, વેપાર-વાણિજ્ય અને ઉદ્યોગોમાંથી નીકળતો પ્લાસ્ટિક, પોલિથિન, રદ્દી કાગળ, કાચ, ધાતુ વગેરે ઘન કચરો છે. "વાપરો અને ફેંકી દો" (Use and Throw) ની આધુનિક જીવનશૈલીથી કચરાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.





  • સમસ્યાઓ: યોગ્ય નિકાલ ન થવાથી દુર્ગંધ ફેલાય છે અને ટાઇફોઇડ, કૉલેરા, ડેંગ્યુ જેવા ૨૫ થી વધુ રોગો થાય છે. શહેરોમાં કચરાના ઢગલામાં આગ લાગવાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે.




  • દૂર કરવાના ઉપાયો:





    1. પુનઃ ઉપયોગ (Recycling): કાચ, કાગળ, પૂંઠા, અને પતરાં અલગ તારવીને રિસાઇકલ કરવા.




    2. ખાતર અને ઊર્જા નિર્માણ: સડી શકે તેવા જૈવિક કચરામાંથી કંપોસ્ટિંગ દ્વારા ખાતર અને બાયોગેસ બનાવવો.




    3. ઔદ્યોગિક કચરાનો ઉપયોગ: તાપવિદ્યુત મથકોની રાખમાંથી ઈંટો અને ટાઇલ્સ બનાવવી.




    4. પ્લાસ્ટિક પર પ્રતિબંધ: સડી ન શકે તેવા કચરાના વપરાશ પર નિયંત્રણ લાવવું.






2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો

સાચો જવાબ:

વ્યાખ્યા: જમીનની આર્થિક, ભૌતિક અને જૈવિક ગુણવત્તા કે ઉત્પાદકતામાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે.





  • અસરો:





    1. જમીન તેની સંપૂર્ણ ઉત્પાદકતા ગુમાવીને તદ્દન બિનઉપયોગી બને છે.




    2. જે-તે પ્રદેશની પાક પદ્ધતિ (Crop Pattern) બદલવી પડે છે, જેની અસર રોજગારી અને લોકજીવન પર પડે છે.




    3. પ્રદૂષિત જમીનમાંથી પાણી નીચે ઉતરતા ભૂમિગત જળ દૂષિત થાય છે.




    4. કુદરતી સૌંદર્ય નષ્ટ થઈને જમીન વેરાન બને છે.






સાચો જવાબ:


  • શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે કારખાનાઓ અને માનવ વસાહતોમાંથી વિશાળ માત્રામાં પ્રવાહી કચરો (ગંદુ પાણી) ઉત્પન્ન થાય છે.




  • યોગ્ય સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અભાવે આ ગંદુ પાણી સીધું નદી કે તળાવોમાં છોડવામાં આવે છે (દા.ત. ગંગા અને યમુના નદી).




  • ડિટર્જન્ટ અને કેમિકલયુક્ત પાણીથી પાણીમાં ફીણ છવાઈ જાય છે અને પ્રદૂષણ વધે છે. શુદ્ધીકરણ વિના આવા પાણીનો ખેતીમાં ઉપયોગ જમીનને બગાડે છે.




સાચો જવાબ:

હોસ્પિટલો, દવાખાના, લેબોરેટરીઓ અને સંશોધન કેન્દ્રોમાંથી નીકળતી દૂષિત સામગ્રીને જૈવિક કચરો (Biomedical Waste) કહે છે.





  • સમાવેશ: વપરાયેલા પાટા, રૂ, તોડેલા પ્લાસ્ટર, ગ્લોવ્ઝ (હાથમોજાં), ઈંજેક્શનની સોય, આઈ.વી. સેટ (ગ્લુકોઝના બાટલા), વપરાયેલી દવાઓ, તૂટેલી કાચની બાટલીઓ, સર્જરી દરમિયાન કાઢી નાખેલા માનવ અંગો વગેરે.




સાચો જવાબ:


  1. સતત અવાજથી માનસિક તણાવ વધે છે અને માણસનો સ્વભાવ ચીડિયા બને છે.




  2. યંત્રો કે ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકો લાંબા ગાળે બહેરાશ અનુભવે છે.




  3. હૃદયના ધબકારા વધવા તેમજ જોવાની અને સુંઘવાની ક્ષમતા પર વિપરીત અસર પડે છે.




  4. પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ પણ ભય અને ખલેલ અનુભવે છે.




3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો

સાચો જવાબ:

પ્રદૂષણના મુખ્ય ૪ પ્રકારો છે:





  1. જળ પ્રદૂષણ




  2. વાયુ પ્રદૂષણ




  3. ભૂમિ (જમીન) પ્રદૂષણ




  4. ધ્વનિ પ્રદૂષણ




સાચો જવાબ: ખેતીમાં અમર્યાદિત વપરાતા રાસાયણિક ખાતરો (નાઇટ્રેટ) અને કીટનાશકો વરસાદી પાણી સાથે જમીનમાં ઉતરે છે. આ ઉપરાંત, કેટલીક ફેક્ટરીઓ પોતાના કેમિકલયુક્ત દૂષિત પાણીને ગેરકાયદેસર રીતે બોરવેલ દ્વારા ઊંડે ઉતારે છે, જેથી ભૂમિગત જળ દૂષિત થાય છે.

સાચો જવાબ: અનાજની ભારે અછતથી ભૂખમરો સર્જાય છે. દુકાળ, પૂર, વાવાઝોડું કે તીડનો ઉપદ્રવ જેવા કુદરતી કારણો તથા યુદ્ધ, આંતરિક અરાજકતા અને દારૂણ ગરીબી જેવા માનવસર્જિત કારણોથી ભૂખમરાની સ્થિતિ પેદા થાય છે.

સાચો જવાબ:

જૈવિક કચરો (Biomedical Waste) અત્યંત ચેપી અને ઝેરી હોય છે. જો તેનો સામાન્ય કચરાની જેમ નિકાલ કરાય કે ખુલ્લામાં બાળવામાં આવે તો ગંભીર રોગચાળો અને વાયુ પ્રદૂષણ ફેલાય છે. તેથી તેને ચોક્કસ રંગની કોથળીઓમાં એકત્ર કરી, બંધ ભઠ્ઠીમાં (Incinerator) ઊંચા તાપમાને બાળીને ખાસ રાસાયણિક પ્રક્રિયાથી જ નિકાલ કરવો પડે છે.


4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો

સાચો જવાબ: સલ્ફર ડાયોક્સાઇડ (SO2​), કાર્બન ડાયોક્સાઇડ (CO2​), કાર્બન મોનોક્સાઇડ (CO) અને સીસું (Lead) જેવી અશુદ્ધિઓ હવામાં ભળે છે.

સાચો જવાબ: જમીન પ્રદૂષણ મુખ્યત્વે ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી તથા ખેતીમાં રાસાયણિક खाતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી ફેલાય છે.

સાચો જવાબ: શરીરમાં વિટામિન, જરૂરી પોષક દ્રવ્યો અને ઊર્જાની ભારે ઉણપની સ્થિતિને ભૂખમરો કહે છે.

સાચો જવાબ: ઘન કચરાનો નિકાલ મોટે ભાગે શહેરોની નીચી જમીનો કે મોટા ખાડાઓ પૂરીને (Dumping Site) કરાય છે.
5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```