ધોરણ 12 | విષય: bhugol
જળપ્રદૂષણ: પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળમાં ભૌતિક, રાસાયણિક કે જૈવિક ફેરફારો થવાથી પાણી વપરાશ યોગ્ય રહેતું નથી, તેને જળપ્રદૂષણ કહે છે.
જળપ્રદૂષણના કારણો:
ખેતીમાં જંતુનાશક દવાઓ અને રસાયણોનો વધુ પડતો ઉપયોગ.
ધાર્મિક માન્યતાઓને કારણે નદીઓમાં શબ, ફૂલ-પૂજા સામગ્રી અને દીવા પધરાવવા (દા.ત. ગંગા નદી).
શહેરોનું ગંદુ પાણી અને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીનો નદીઓ કે જળાશયોમાં ફેંકાવ.
દૂષિત રસાયણયુક્ત પાણી બોરવેલ દ્વારા જમીનમાં ઉતારવાથી ભૂમિગત જળ દૂષિત થવું.
નિવારવાના ઉપાયો:
સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું અને જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો.
નદીઓને દૂષિત ન કરવા માટે જનજાગૃતિ અને નવી પરંપરાઓ કેળવવી.
શહેરો અને ઉદ્યોગોના ગંદા પાણીને નદીમાં છોડતા પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ (Seuage/Effluent Treatment) આપવી.
ભૂમિગત જળનો વપરાશ ઘટાડવા વરસાદી જળ સંચય (Rainwater Harvesting) અને ટપક-ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવાની ગુનાહિત પ્રવૃત્તિ પર કડક પ્રતિબંધ મૂકવો.
સમસ્યાઓ:
અનિયંત્રિત મત્સ્યયન: આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અતિશય માછીમારી થવાથી સાગરીય જીવસૃષ્ટિનું પ્રમાણ ઘટ્યું છે (દા.ત. કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ કિનારે).
પ્રદૂષણ: સાગરકાંઠે ઉદ્યોગો અને શહેરોનું દૂષિત જળ ઠાલવવાથી કિનારાની જીવસૃષ્ટિ નાશ પામે છે.
પરવાળાનો નાશ: તેલ રિફાઇનરીઓના દૂષિત પાણીથી પરવાળાં (Corals) ની જીવસૃષ્ટિ નષ્ટ થાય છે.
તેલનું લીકેજ: સમુદ્રમાં ખનીજતેલનું લીકેજ કે ટાંકા સાફ કરવાથી સૂર્યપ્રકાશ નીચે જતો અટકે છે અને સમુદ્રી જીવો મૃત્યુ પામે છે.
ઉકેલ:
ઉદ્યોગોના દૂષિત પાણીને યોગ્ય પ્રોસેસ (ટ્રીટમેન્ટ) કર્યા પછી જ સમુદ્રમાં છોડવું.
દરિયાના પાણીને મીઠું બનાવતી વખતે વધેલું અતિ-ક્ષારયુક્ત પાણી ફરીથી સમુદ્રમાં ન નાખતા તેનો યોગ્ય ઉપયોગ કરવો.
સાગરીય જૈવવિવિધતા જાળવવા માટે ચોક્કસ વિસ્તારોને મરીન નેશનલ પાર્ક (Marine National Park) જાહેર કરવા.
ભૂમિ સંસાધન સાથે જોડાયેલી મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે:
ખેતીલાયક જમીનમાં ઘટાડો: શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને રસ્તાઓ-રેલમાર્ગોના નિર્માણને લીધે ખેતીલાયક જમીન ઘટી રહી છે.
અતિ સિંચાઈથી ક્ષારીકરણ: વધુ પડતી સિંચાઈને કારણે જમીન નીચલો ક્ષાર ઉપર આવે છે, જેથી જમીન ક્ષારયુક્ત અને બિનઉપજાઉ બને છે.
જમીનનું ધોવાણ: વૃક્ષો કપાવાથી અને અતિશય પૂરના પ્રવાહથી જમીનનું ફળદ્રુપ ઉપલું સ્તર ધોવાઈ જાય છે.
નિર્વનીકરણ અને ઝૂમ ખેતી: વૃક્ષોના છેદન અને પૂર્વોત્તર ભારતમાં થતી ઝૂમ (સ્થળાંતરિત) ખેતીથી જંગલો ઘટે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે.
સઘન ખેતી અને રાસાયણિક ખાતરો: જમીનમાંથી સતત પાક લેવાથી અને યુરિયા, DAP જેવા કૃત્રિમ ખાતરો તથા કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીન દૂષિત થાય છે.
કેન્દ્ર સ્થાને માનવી: કુદરતનો કોઈ પણ પદાર્થ માનવી તેની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતાથી ઉપયોગમાં ન લે ત્યાં સુધી તે સંસાધન બનતો નથી. તેથી સંસાધન ભૂગોળમાં માનવી કેન્દ્રસ્થાને છે.
અભ્યાસના ક્ષેત્રો: માનવ સંસાધનના અભ્યાસમાં વસ્તીનું વિતરણ, વસ્તીગીચતા, સ્ત્રી-પુરુષ પ્રમાણ, વયજૂથ, સાક્ષરતા, ભાષા, ધર્મ અને વ્યવસાયિક જૂથોનો સમાવેશ થાય છે.
મુખ્ય સમસ્યાઓ:
અસમાન વસ્તીગીચતા: વધુ વસ્તીવાળા વિસ્તારોમાં સંસાધનોની અછત સર્જાય છે, જ્યારે ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં સંસાધનોનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી.
વસ્તી વિસ્ફોટ: ઝડપથી વધતી વસ્તીના કારણે કુદરતી સંસાધનો પર ભારે દબાણ ઊભું થાય છે, જેનાથી ગરીબી, ભૂખમરો અને પ્રદૂષણ જેવી વૈશ્વિક સમસ્યાઓ જન્મે છે.
વિતરણની દૃષ્ટિએ સંસાધનોના ૪ મુખ્ય પ્રકાર છે:
સર્વસુલભ સંસાધન: વાતાવરણમાં રહેલા વાયુઓ જે સર્વત્ર ઉપલબ્ધ છે. (દા.ત. નાઇટ્રોજન, ઓક્સિજન).
સામાન્ય સુલભ સંસાધન: જે સામાન્ય રીતે સરળતાથી મળી રહે છે. (દા.ત. જમીન, જળ, ચરાણભૂમિ).
વિરલ સંસાધન: મર્યાદિત સ્થળોએથી જ પ્રાપ્ત થતા ખનીજો. (દા.ત. કોલસો, ખનીજતેલ, તાંબુ, સોનું, યુરેનિયમ).
એકલ સંસાધન: સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ કે બે સ્થળે જ મળતા સંસાધનો. (દા.ત. ગ્રીનલેન્ડમાંથી મળતી ક્રાયોલાઇટ ધાતુ).
સાગરીય જળ અને તેના તળિયામાંથી વિપુલ પ્રમાણમાં ધાત્વિક અને અધાત્વિક ખનીજો મળી આવે છે.
ઓગળેલા ખનીજો: સમુદ્રના પાણીમાં મીઠું, બ્રોમિન, મેગ્નેશિયમ, સોનું, યુરેનિયમ, થાઇરિયમ વગેરે ઓગળેલા સ્વરૂપે હોય છે.
તળિયાના નિક્ષેપો: તળિયેથી મેગ્નેટાઇટ, ગંધક, હીરા વગેરે નિક્ષેપિત સ્વરૂપે મળે છે.
સંચાલન શક્તિના ખનીજો: સમુદ્રના તળિયામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે (દા.ત. ભારતમાં મુંબઈ નજીક બોમ્બે હાઈ, મેક્સિકોનો અખાત, નોર્થ સી).
ખનીજોને મુખ્ય ૩ વિભાગોમાં વહેંચવામાં આવે છે:
ધાત્વિક ખનીજો (Metallic): જે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે. (દા.ત. લોહ અયસ્ક, તાંબુ, સોનું, સીસું, જસત, નિકલ, પારો).
અધાત્વિક ખનીજો (Non-Metallic): જે અવાહક હોય છે. (દા.ત. હીરા, અબરખ, ચૂનાનો પથ્થર, સલ્ફર, ગ્રેફાઇટ, ડોલોમાઇટ).
સંચાલન શક્તિની ખનીજો (Energy Minerals): જેમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે. (દા.ત. કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ).
સંસાધનોનું વર્ગીકરણ મુખ્ય ૪ આધારે થાય છે:
માલિકીની દૃષ્ટિએ: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક.
પુનઃપ્રાપ્યતાની દૃષ્ટિએ: પુનઃપ્રાપ્ય, પુનઃઅપ્રાપ્ય અને સનાતન.
વિતરણની દૃષ્ટિએ: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ.
ઉપયોગની દૃષ્ટિએ: ઉપયોગ થયા વગરના, ઉપયોગ ન થઈ શકે તેવા, સંભવિત અને અજ્ઞાત.