ધોરણ 6 | విષય: Gujarati
ઉદાહરણ: રાત – પરભાત
શબ્દો:
જાત – પ્રભાત
રંગ – અંક / ભંગ
દેવ – ટેવ / સેવ
૧. કવિ સંતોષીને પ્રેમભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે...
સાચો જવાબ: સાચી જીવનશૈલી મળે.
૨. ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત્ છે એવું કહેવાય છે, કારણ કે...
સાચો જવાબ: ચારેય દિશામાં એમનાં સ્થાનકો છે.
૩. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે...
સાચો જવાબ: સાગરના પેટાળમાં અનેક કીમતી રત્નો છે.
૪. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે...
સાચો જવાબ: ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે.
નદીઓના નામ: નર્મદા, તાપી, સાબરમતી, મહી, ભાદર.
નર્મદા વિશે: નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. તેને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. તેના પર સરદાર સરોવર બંધ આવેલો છે.
"તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત! શુભ શકન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત"
સમજૂતી: કવિ કહે છે કે હે મા ગુર્જરી! ભૂતકાળના અંધકારરૂપી દુઃખની રાત હવે વીતી ગઈ છે. પ્રગતિના નવા શુભ શકુન દેખાઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ ગુજરાતનો વિકાસ સૂર્યની જેમ મધ્યાહ્ને તપશે અને ગુજરાત અગાઉ કરતાં પણ વધુ સરસ, સમૃદ્ધ અને ગૌરવવંતું બનશે.
ઉદાહરણ: કમ્પ્યુટર – વેદ વ્યાસ $\rightarrow$ કમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો જડ્યો.
૧. ફ્રિજ – ચંપલ
વાક્ય: મમ્મીએ ફ્રિજ ની બાજુમાં નવા ચંપલ મૂક્યા.
૨. ચા – જીરાફ
વાક્ય: ઝૂ માં જીરાફ ને જોતાં જોતાં પપ્પાએ ચા પીધી.
૩. ફોન – કાગળ
વાક્ય: મેં ફોન પર વાત કરીને સરનામું કાગળ પર લખી લીધું.
૪. ખીલી – પાતાળ
વાક્ય: મજૂરે ખીલી ને એટલી જોરથી ઠોકી કે જાણે તે પાતાળ સુધી પહોંચી ગઈ!
૫. કાચ – પપ્પા
વાક્ય: પપ્પા એ ચશ્માનો તૂટેલો કાચ નવો નંખાવ્યો.