ધોરણ 6 | విષય: Gujarati
| ક્રમ | સલાહકાર | સલાહ |
|---|---|---|
| ૧ | ડૉક્ટર | ગ. પાકે ત્યારે નસ્તર મૂકવું |
| ૨ | કૌટુંબિક મિત્ર | છ. તુવેરની દાળ ઘસીને ચોપડવી |
| ૩ | મુનીમ | ઘ. કેસર ઘોળીને ચોપડવું |
| ૪ | કેશવ (હજામ) | ઝ. સિંદૂર દબાવી દેવું |
| ૫ | માસી | ક. ચંદન લગાડવું |
| ૬ | રસોઈયો | ખ. સુંઠ ચોપડવી |
| ૭ | પારસી મિત્ર | ચ. કાંદાનો રસ લગાડવો |
| ૮ | ફોઈ | જ. શીરો ખાવો |
ડુંગર - ડુંગરડી
ચોટલો - ચોટલી
ગોટલો - ગોટલી
રોટલો - રોટલી
છોકરો - છોકરી
દડા - દડી
ચમચો - ચમચી
છોડ - છોડવી
માટલો - માટલી
મચ્છર, મગર ➔ મચ્છર મગરને કરડવા ગયું, લોહી તો ન મળ્યું પણ ચાંચ તૂટી ગઈ.
મરચું, ખાંડ ➔ મરચાએ ખાંડને કહ્યું, "તું ગમે તેટલી મીઠી થા, પણ લોકો તો તને મારી સાથે જ ભેગી કરીને ખાશે!"
હાથી, રિક્ષા ➔ હાથીભાઈ રિક્ષામાં બેસવા ગયા તો રિક્ષા બોલી, "સાહેબ, ભાડું એકનું આપીશ કે બે આખી રિક્ષાનું?"
પરોપકાર એટલે શું?
જવાબ: પરોપકાર એટલે સ્વાર્થ વગર બીજાનું ભલું કરવાની અથવા બીજાને મદદ કરવાની ભાવના.
લેખકને આંજણી થતાં ડૉક્ટરે શી સલાહ આપી હતી?
જવાબ: ડૉક્ટરે સલાહ આપી કે એના પર કાંઈ લગાડવાની જરૂર નથી; પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ અને બહુ પીડા થાય તો શેક કરજો.
પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી?
જવાબ: ફોઈની સલાહ સૌથી વધુ હસવા જેવી લાગી, કારણ કે તેમણે આંજણી મટાડવા માટે લોટ, ઘી અને ખાંડનો શીરો બનાવીને ખાવાની સલાહ આપી હતી!
એક પછી એક, બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા?
જવાબ: એક પછી એક બધાની સલાહનો અમલ કરવાથી આંજણી પર દવાઓના થર ઉપર થર જામી ગયા અને આંખની બાજુ પર એક નાની ડુંગરી બની ગઈ, જેનાથી લેખકની વેદના ખૂબ વધી ગઈ.
'ઉંટવૈદ' શબ્દનો અર્થ જાણીને લખો.
જવાબ: ઉંટવૈદ એટલે વગર અનુભવે કે પૂરતા જ્ઞાન વગર અણધડ રીતે જ્ઞાની થઈને વૈદું કે ઉપચાર કરનાર બિનઅનુભવી વ્યક્તિ.
આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો.
જવાબ: લેખકે આંજણી મટાડવા માટે ડૉક્ટર ઉપરાંત અનેક પરોપકારી લોકોની અલગ-અલગ સલાહ માની. તેમણે તુવેરની દાળ, જવ, કેસર, સિંદૂર, ચંદન, સુંઠ, લવિંગ, ગોળનો ચપકો, એલચી ને ઘી, કાંદાનો રસ અને છેવટે ફોઈની સલાહથી લોટ-ઘીનો શીરો ખાવા સુધીના તમામ પ્રયોગો કર્યા. આ બધા ઉપચારોથી આંજણી મટવાને બદલે તેના પર દવાનો ડુંગર થઈ ગયો અને પીડા વધી ગઈ. અંતે ડૉક્ટર પાસે જઈ નસ્તર મુકાવવાથી જ તેમને આરામ મળ્યો.
મૂળ વાક્ય: રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. ~~અને~~ ~~પરાણે~~ વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યો હતો. મને વાંદરાટોપી નથી ગમતું પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામા ~~આવુ~~ હતી.
સુધારેલું વાક્ય: રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. એટલે મને વાંદરાટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરાટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી.
ઉદાહરણ: આંખો-રડી ➔ જુઓ તો ખરા! રડી-રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે.
ચોપડી - વાંચી ➔ જુઓ તો ખરા! વાંચી-વાંચીને મારી ચોપડી જૂની થઈ ગઈ છે.
નોટ - લખી ➔ જુઓ તો ખરા! લખી-લખીને મારી નોટ ભરાઈ ગઈ છે.
પગ-ચાલી ➔ જુઓ તો ખરા! ચાલી-ચાલીને મારા પગ થાકી ગયા છે.
કાન - સાંભળી ➔ જુઓ તો ખરા! સાંભળી-સાંભળીને મારા કાન પાકી ગયા છે.
ખુરશી - બેસી ➔ જુઓ તો ખરા! બેસી-બેસીને મારી ખુરશી ભાંગી ગઈ છે.
પરેશ શાળામાં જઈને (જવું) કહી આવ્યો કે હું આજે આવવાનો નથી.
આદિત્યે કહ્યું, હું આવીને (આવવું) તરત જ તમારું કામ કરી દઈશ.
અજય ભજન ગાતાં-ગાતાં (ગાવું) જ ઑફિસે જાય છે.
રોશન એના માતા-પિતાનું નામ રોશન કરતો (કરવું) રહેશે.
સિદ્ધાર્થ ઘર છોડીને (છોડવું) ચાલ્યો ગયો.
આનંદ ➔ આજે તો ઉત્તરાયણ.
દુઃખ ➔ આહા! મારો કીમતી મોબાઈલ પાણીમાં પડી ગયો.
નવાઈ ➔ અરે વાહ! સાચે જ મિલાપ ગણિતમાં પ્રથમ નંબરે પાસ થયો?
ગુસ્સો ➔ ખબરદાર! જો હવે ફરીથી મારી વસ્તુને હાથ લગાડ્યો છે તો!
દયા ➔ અરેરે! આ નાના ભૂખ્યા બાળકને કોઈ થોડું ખાવાનું આપી દો.
ચંદુ ખડખડાટ હસે છે.
પાણી એવું ઠંડું હતું કે મારા હાથમાં ચરચરાટ થયો.
શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો.
માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મઘમઘાટ થયો.
હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ.
માણસોને પૂંછડી ઊગે તો...
માણસોને પૂંછડી ઊગે તો ખુરશી પર બેસવાની નવી ડિઝાઇન બનાવવી પડે!
મચ્છરો અને માખીઓને ઉડાડવા માટે હાથની જરૂર ન પડે, પૂંછડીથી જ કામ થઈ જાય.
ખુશ થઈએ ત્યારે કૂતરાની જેમ પૂંછડી પટપટાવવી પડે અને ગુસ્સામાં પૂંછડી સીધી થઈ જાય!