chapter 3

ધોરણ 6 | విષય: Gujarati fl

1. વાતચીત (મૌખિક પ્રશ્નોત્તરી)

સાચો જવાબ: જ્યારે ભીમે ગદા ચલાવવાની અને આખું વૃક્ષ ભોંય ભેગું કરવાની વાત કરી તથા ખાવાની હરીફાઈ હોત તો મેદાન મારી જાત એવું સ્વગત વિચાર્યું ત્યારે અમને ખૂબ મજા પડી. આ સિવાય અર્જુને જ્યારે પક્ષીની માત્ર લાલ આંખ જ દેખાઈ અને બાણ છોડીને લક્ષ્ય વીંધ્યું તે જોઈને પણ આનંદ થયો.

સાચો જવાબ: શાળામાં અમારી પરીક્ષા સામાન્ય રીતે લેખિત પત્રક દ્વારા, મૌખિક પ્રશ્નોત્તરી દ્વારા અને વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પ્રોજેક્ટ્સ દ્વારા લેવાય છે.

સાચો જવાબ: હા, અમને ગુરુ દ્રોણે લીધી તેવી પ્રત્યક્ષ અને પ્રાયોગિક પરીક્ષા આપવી ખૂબ ગમે. કારણ કે આવી પરીક્ષાથી આપણી સાચી એકાગ્રતા, સમજ અને કૌશલ્યની કસોટી થાય છે અને કંઈક નવું શીખવા મળે છે.

સાચો જવાબ: નિશાન તાકતાં પહેલાં મનને સંપૂર્ણ શાંત રાખવું પડે, શરીરને સ્થિર કરવું પડે અને આજુબાજુની બધી વસ્તુઓ પરથી ધ્યાન હટાવીને માત્ર ને માત્ર લક્ષ્ય (નિશાન) પર જ એકાગ્ર થવું પડે.

સાચો જવાબ: જ્યારે મારો જવાબ ખોટો પડે અને બધા હસે ત્યારે મને થોડું શરમજનક અને ખરાબ લાગે છે. કારણ કે આપણી ભૂલ બધાની સામે ઉજાગર થાય છે. પરંતુ, તે જ સમયે આપણને સાચો ઉત્તર જાણવા મળે છે જેથી તે ભૂલ ફરી ન થાય તે શીખવા મળે છે.

સાચો જવાબ:

જોડકાં જોડીને બનેલાં સાચાં વાક્યો નીચે મુજબ છે:





  1. ભીમ કરતાં વધારે તો આપણાથી ન ખવાય.




  2. ધનુષ્ય પર બાણ ચઢાવીને અર્જુને નિશાન તાક્યું.




  3. ગમે તેટલું દૂર હોય તો પણ અર્જુનને બધાં નિશાન સહેલાં લાગે.




  4. ગુરુ દ્રોણ બધા શિષ્યોને મેદાન પર લઈ ગયા.




  5. દુર્યોધનને પંખીની આંખ વીંધવાની તક જ ન મળી.




  6. રૂમાંથી બનાવેલું પંખી ટપાક દઈને નીચે પડ્યું.




સાચો જવાબ:

3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.


સાચો જવાબ: દુઃશાસનને ડર હતો કે કદાચ ગુરુજી આજે તેમની પરીક્ષા તો નહીં લેવાના હોય ને!

સાચો જવાબ: ભીમ દુરાધરને ચુગલીખોર (ચાડીખાવ) કહે છે. કારણ કે દુરાધર ધીમા અવાજે ગુરુજી પાસે ભીમ ધનુષ્ય-બાણ લાવ્યો છે કે નહીં તેની ચુગલી/ચાડી ખાતો હતો.

સાચો જવાબ: દ્રોણાચાર્યએ દૂર એક ઝાડ પર રૂનું બનાવેલું પક્ષી ગોઠવ્યું. તેમણે દરેક રાજકુમારને વારાફરતી બોલાવી, ધનુષ્ય પર બાણ ચઢાવવા કહ્યું અને બાણ છોડતા પહેલાં તેમને સામે શું શું દેખાય છે તેવો પ્રશ્ન પૂછીને પરીક્ષા લીધી.

સાચો જવાબ: અર્જુન સિવાયના બધા જ કુમારોને પક્ષી ઉપરાંત ઝાડ, ગુરુજી, આકાશ, ફળો અને અન્ય ભાઈઓ વગેરે બધું જ દેખાતું હતું. શિષ્યોમાં આ એકાગ્રતાનો અભાવ જોઈને ગુરુ દ્રોણાચાર્ય નિરાશ થયા અને બોલ્યા કે, "મારું શીખવેલું ધૂળમાં મળ્યું હોય એવું લાગે છે."

સાચો જવાબ:




    • અર્જુન પૂર્ણ એકાગ્ર હતો. જ્યારે ગુરુજીએ તેને પૂછ્યું ત્યારે તેને પક્ષી, ઝાડ કે ગુરુજી કાંઈ જ દેખાતું નહોતું, તેને માત્ર પક્ષીની લાલ આંખ જ દેખાતી હતી. આ અદ્ભુત એકાગ્રતા અને લક્ષ્યવેધના કૌશલ્યને કારણે તે આંખ વીંધી શક્યો.






4. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો.

સાચો જવાબ: પરીક્ષા શબ્દ સાંભળતાં જ કોણ ડરી ગયું?

સાચો જવાબ: દુર્યોધન સાથે ભીમને દરરોજ શું થતો?

સાચો જવાબ: ભીમે પોતાનું ધનુષ્ય કોને આપ્યું?

સાચો જવાબ: ભીમ શાથી ગુસ્સે થયો?

સાચો જવાબ: બધા જ વિદ્યાર્થીઓએ ગુરુજીને ક્યારે પ્રણામ કર્યા?

સાચો જવાબ:

5. નીચેનાં વાક્યોમાં લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર કરીને વાક્યો ફરીથી લખો.


સાચો જવાબ: સલાં તેજ દોડ્યાં એટલે બચી ગયાં.

સાચો જવાબ: એક જ તીરથી બે કાબર ઘાયલ થઈ.

સાચો જવાબ: રમેશ હવે રમીને થાકી ગયો છે.

સાચો જવાબ: આપણી પીડાની ખબર બીજાને પડે તો એ મદદ કરે.

સાચો જવાબ: વેકેશનમાં મેં સરસ પુસ્તકો વાંચ્યાં હતાં.

સાચો જવાબ:


  • 1. હારબંધ: શાળાના મેદાનમાં બાળકો હારબંધ ઊભા રહી ગયા.




  • 2. વિનયપૂર્વક: વિદ્યાર્થીઓએ ગુરુજીને વિનયપૂર્વક પ્રણામ કર્યા.




  • 3. ચુગલીખોર: ચુગલીખોર માણસ ક્યારેય કોઈનો સાચો મિત્ર બની શકતો નથી.




  • 4. આજ્ઞાંકિત: શ્રવણ પોતાના માતા-પિતાનો આજ્ઞાંકિત પુત્ર હતો.




  • 5. વીંધવું: અર્જુન માટે પક્ષીની આંખ વીંધવું ખૂબ જ સરળ હતું.




સાચો જવાબ:

1. આજ્ઞા  :



(બ) ગુરુએ શિષ્યને બાણ છોડવાની આજ્ઞા આપી.



2. પ્રહાર  :



(અ) ભીમની ગદાના દરેક પ્રહારે એક એક પથ્થર તૂટતો જતો હતો.



3. ધૂળમાં મળવું.  : 



(બ) પાક નિષ્ફળ જતાં ખેડૂતની મહેનત ધૂળમાં મળી.



4. એકાગ્રતા :



(બ) બધા વિદ્યાર્થીઓ એકાગ્રતાથી ભણે છે. 



 


સાચો જવાબ:


  • સોયદોરો




  • માતાપિતા




  • ભાઈબહેન




  • સુખદુઃખ




  • શાકભાજી




  • રાતદિવસ




9. આપેલા શબ્દના જેવા અર્થવાળો બીજો શબ્દ મૂકી તેનો વાક્યમાં પ્રયોગ કરો.

સાચો જવાબ: ગઈકાલે અમારી શાળામાં ચિત્રકામની સ્પર્ધા યોજાઈ હતી.

સાચો જવાબ: સારા બાળકો ક્યારેય મિત્રોની ખોટી શિકાયત કરતા નથી.

સાચો જવાબ: જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણી ધીરજની કસોટી કરે છે.

સાચો જવાબ: વાક્ય: વડીલોને હંમેશાં આદરપૂર્વક નમસ્કાર કરવા જોઈએ

સાચો જવાબ:


  • હિંમત - હિંમતપૂર્વક




  • પ્રેમ - પ્રેમપૂર્વક




  • વિનય - વિનયપૂર્વક




  • આદર - આદરપૂર્વક




  • શાંતિ - શાંતિપૂર્વક




  • નમ્રતા - નમ્રતાપૂર્વક




સાચો જવાબ:


  • આપણા જીવનમાં સાચું શિક્ષણ મેળવવા માટે ગુરુની જરૂર પડે છે. ગુરુજી સમય જતાં આપણી લાયકાત ચકાસવા માટે પરીક્ષા લે છે. જીવનની દરેક હરીફાઈમાં સફળ થવા માટે મનની એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. એકાગ્રતા વગર મેળવેલું જ્ઞાન અધૂરું રહે છે.





 


સાચો જવાબ:


  • લાંચ - લાંચખોર




  • જુલમ - જુલમખોર




  • વ્યાજ - વ્યાજખોર




  • હરામ - હરામખોર




  • ગોબા - ગોબાખોર




સાચો જવાબ:


  • 1. દ્રોણાચાર્ય: તેઓ કૌરવો અને પાંડવોના અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાના મહાન ગુરુ હતા. તેઓ અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવવા માંગતા હતા.




  • 2. યુધિષ્ઠિર: તેઓ પાંડવોમાં સૌથી મોટા ભાઈ હતા. તેઓ હંમેશાં સત્ય અને ધર્મના માર્ગે ચાલનારા ‘ધર્મરાજ’ તરીકે ઓળખાતા.




  • 3. અર્જુન: તેઓ પાંડવોમાં ત્રીજા નંબરના ભાઈ અને મહાન ધનુર્ધર હતા. તેમની એકાગ્રતા અદ્ભુત હતી.




  • 4. ભીમ: તેઓ પવનપુત્ર અને પાંડવોમાં બીજા નંબરના ભાઈ હતા. તેઓ અત્યંત બળવાન અને ગદા યુદ્ધમાં નિપુણ હતા.




  • 5. દુર્યોધન: તે ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર અને કૌરવોમાં મુખ્ય હતો. તે અત્યંત અભિમાની અને પાંડવો પ્રત્યે ઈર્ષ્યાળુ સ્વભાવનો હતો.




સાચો જવાબ:


  • 1. પુસ્તક, મિત્ર: સારું પુસ્તક આપણા સાચા મિત્ર જેવું હોય છે.




  • 2. ગાંધીજી, સ્વચ્છતા: ગાંધજીએ આપણને સ્વચ્છતાનો પાઠ શીખવ્યો હતો.




  • 3. દફતર, કંપાસ: મેં મારા દફતરમાં નવો કંપાસ બોક્સ મૂક્યો.




  • 4. મોબાઇલ, સાધન: મોબાઇલ એ વાતચીત કરવા માટેનું ઉપયોગી સાધન છે.




  • 5. આંબો, કેરી: આંબાના વૃક્ષ પર મીઠી કેરીઓ પાકે છે.




  • 6. તળાવ, કમળ: ગામના તળાવમાં સુંદર કમળ ખીલ્યાં છે.




  • 7. બાજરી, ખેતર: ખેડૂતે પોતાના ખેતરમાં બાજરીનો પાક વાવ્યો છે.




સાચો જવાબ:


  • વ્યક્તિવાચક સંજ્ઞા: નર્મદા, પાવાગઢ, કપિલા, ભારત.




  • જાતિવાચક સંજ્ઞા: પ્રાણી, રમત, છોકરો, દેશ, ઝાડ.




  • સમૂહવાચક સંજ્ઞા: ટોળું, લાકડાંની ભારી, ધણ.




16. નીચેનાં વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો.

સાચો જવાબ: ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને શિક્ષણ આપતા હતા.

સાચો જવાબ: ગુરુ દ્રોણે પોતાના શિષ્યોની કસોટીનું આયોજન કર્યું.

સાચો જવાબ: ગુરુ દ્રોણ દ્વારા લેવાયેલી કસોટીમાં ફક્ત અર્જુન જ સફળ થયો.

સાચો જવાબ: તમામ કૌરવ ભાઈઓમાં દુર્યોધન સૌથી વધારે અભિમાની હતો.

સાચો જવાબ: શું તને પક્ષી પૂરેપૂરું બરાબર દેખાઈ રહ્યું છે?

સાચો જવાબ:

આ પ્રવૃત્તિ વર્ગખંડમાં પાત્રો વહેંચીને કરવાની છે.





  • પાંચ પાંડવો (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ), કૌરવો (દુર્યોધન, દુઃશાસન, દુરાધર, વિકર્ણ વગેરે) અને ગુરુ દ્રોણાચાર્યના પાત્રો અલગ-અલગ વિદ્યાર્થીઓને સોંપવા.




  • પુસ્તકમાં આપેલા સંવાદોને હાવભાવ અને યોગ્ય લય સાથે બોલીને નાટક સ્વરૂપે રજૂ કરવા.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```