chapter 5

ધોરણ 6 | విષય: Gujarati fl

૧. વાતચીત (મૌખિક પ્રશ્નોત્તરીના સંભવિત જવાબો)

સાચો જવાબ: હા, મને વાર્તા સાંભળવી ખૂબ ગમે છે. કારણ કે વાર્તામાંથી આપણને નવી-નવી બાબતો જાણવા મળે છે, મનોરંજન થાય છે અને નવી પ્રેરણા મળે છે.

સાચો જવાબ: મને પરીઓની, રાજા-રાણીની, જાદુઈ દુનિયાની, પ્રાણી-પક્ષીઓની અને વિજ્ઞાનના નવા આવિષ્કારોની વાર્તાઓ સાંભળવી ગમે છે.

સાચો જવાબ: હા, એકવાર હું શાળાએથી છૂટીને મારા મિત્રના ઘરે તેનું નવું રમકડું જોવા માટે અચાનક રોકાઈ ગયો હતો.

સાચો જવાબ: હા, મારા ઘરમાં મારા દાદાજી અને દાદીમાને વાર્તા કહેવાનો બહુ શોખ છે. તેઓ રોજ રાત્રે અમને નવી-નવી વાર્તાઓ કહે છે.

સાચો જવાબ: પતંગ ચગાવવા માટે પતંગ ખરીદવા પડે, દોરીને કિન્યા (કન્ના) બાંધવા પડે, ફિરકી તૈયાર રાખવી પડે અને પવનની દિશા જોવી પડે.

સાચો જવાબ: હું પતંગ ચગાવવા માટે અમારા ઘરના ધાબા (અગાસી) ઉપર અથવા સોસાયટીના ખુલ્લા મેદાનમાં જાઉં છું.

સાચો જવાબ: હા, મને વીજળીરાણી બહુ ગમે છે. કારણ કે તે આપણા ઘરના પંખા, ટીવી, લાઈટ જેવા સાધનો ચલાવીને આપણું જીવન સરળ બનાવે છે.

સાચો જવાબ: જો પતંગ ચગાવતી વખતે દોરો વીજળીના તારને અડકી જાય અને વીજળી આપણા સુધી પહોંચે, તો આપણને ખૂબ જોરદાર કરંટ (ઝાટકો) લાગે અને ક્યારેક જીવનું જોખમ પણ થઈ શકે.

સાચો જવાબ: જો ઝાટકો આવતાં જ દોર હાથમાંથી છૂટી ન હોત, તો શરીરમાં વધુ પડતો વીજપ્રવાહ પસાર થવાને કારણે ગંભીર ઈજા થઈ હોત અથવા તો છોકરાનું મૃત્યુ પણ થઈ શકત.
૨. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

સાચો જવાબ: આપણા ઘર સુધી આવતી વીજળી પાવરહાઉસમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી તે મોટા ગ્રિડના વાયરો, મોટા થાંભલાઓ, સબ-સ્ટેશન અને ગલીના ટ્રાન્સફોર્મર (ફીડર) થઈને આપણા ઘરના સર્વિસ વાયર સુધી પહોંચે છે.

સાચો જવાબ: આપણા ઘરમાં વીજળીરાણી લાઈટ, પંખા, એરકંડિશનર (AC), ફ્રિજ, મિક્સર, વોશિંગ મશીન, ટીવી ચલાવવાનું અને પાણીનો પંપ ચલાવવાનું કામ કરી આપે છે.

સાચો જવાબ:




    • જો વીજળી ન હોય તો ઘરમાં અંધારું થઈ જાય, પંખા કે AC વગર ગરમી લાગે, પાણીના પંપ વગર પાણી ન ભરી શકાય, કારખાના અને ઘંટીઓ બંધ થઈ જાય અને આપણું આખું જીવન થંભી જાય.






  •  




સાચો જવાબ: વીજળીનો ઉપયોગ કરતી વખતે ભીના હાથે સ્વીચ ન અડકવી, ખુલ્લા કે તૂટેલા તારને અડકવું નહીં, પ્લગમાં પ્લાસ્ટિક સિવાયની કોઈ વસ્તુ ન નાખવી અને ગંભીર પરિસ્થિતિમાં વડીલોની મદદ લેવી.

સાચો જવાબ:


  • ૧. સંભાળીને, વરસાદ: ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે રસ્તા પર સંભાળીને ચાલવું જોઈએ.




  • ૨. વીજળી, તાર: ચોમાસામાં રસ્તા પર તૂટી પડેલા વીજળીના તારથી દૂર રહેવું.




  • ૩. પેટ્રોલ, વાહનચાલક: મોંઘું પેટ્રોલ બચાવવા માટે વાહનચાલક કિફાયતી ઝડપે ગાડી ચલાવે છે.




  • ૪. તોફાનમસ્તી, દાદાજી: બાળકો तोફાનમસ્તી કરતા હતા એટલે દાદાજીએ તેમને વાર્તા કહી શાંત પાડ્યા.




  • ૫. ટોળટપ્પાં, રિસેસ: શાળામાં રિસેસ પડતાં જ બધા મિત્રો એકઠા થઈને ટોળટપ્પાં કરવા લાગ્યા.




૪. નીચે આપેલાં વાક્યોમાં શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો.

સાચો જવાબ: છોકરાએ આઠમના દિવસે પતંગ ચગાવ્યો.

સાચો જવાબ: ભેંસ પર વીજળી પડે તો ભેંસને પણ મારી નાખે.

સાચો જવાબ: લોકોએ વીજળીરાણીને રહેવા માટે મોટાંમોટાં મકાન બનાવ્યાં છે.

સાચો જવાબ: આપણા ઘરે દીવા અને પંખા ચાલે છે એ પણ વીજળીરાણીની કૃપા છે.

સાચો જવાબ: વીજળીરાણી તો એવી રાણી છે જે ફરતી રહે છે અને કામ પણ કરતી રહે છે.

સાચો જવાબ:


  • પંખો: પંખો આપણને ઠંડી હવા આપે છે.




  • ટેલિવિઝન (ટીવી): ટીવી આપણને મનોરંજન અને સમાચાર આપે છે.




  • ઇસ્ત્રી: ઇસ્ત્રી કપડાની કરચલીઓ દૂર કરીને તેને સરસ બનાવે છે.




  • ફ્રિજ: ફ્રિજ પાણી ઠંડું રાખે છે અને ખોરાકને બગડતો બચાવે છે.




સાચો જવાબ:


  • ઉદાહરણ: શોધાશોધ




  • બીજા શબ્દો: હરીફરી, તોફાનમસ્તી, ટોળટપ્પાં, ઝરમર-ઝરમર, ઊંચે-ઊંચે, મોટાં-મોટાં, તાજી-માજી, ઉપર-નીચે.




સાચો જવાબ:


  • ચાંદામામા




  • સૂરજદાદા




  • ધરતીમાતા




  • પવનદેવ




  • વાદળરાજા




  • નદીમાતા




સાચો જવાબ:


  • ૧. ખુશ ખુશ: પરીક્ષામાં પ્રથમ નંબર આવતાં રોહન ખુશ ખુશ થઈ ગયો.




  • ૨. ઊંચે ઊંચે: આકાશમાં પક્ષીઓ ઊંચે ઊંચે ઊડી રહ્યા છે.




  • ૩. લોથપોથ: દિવસભર ખેતરમાં મજૂરી કરીને કાળુભાઈ લોથપોથ થઈ ગયા.




  • ૪. દોડતી-દોડતી: બિલાડીને જોઈને નાની કીકુ દોડતી-દોડતી મમ્મી પાસે ગઈ.




સાચો જવાબ:


  • પાવરહાઉસ (Powerhouse)




  • પેટ્રોલ (Petrol)




  • લિફ્ટ (Lift)




  • પંપ (Pump)




  • ગ્રિડ (Grid)




સાચો જવાબ:




























     ઉત્સવનું નામ                                  બીજું નામ
જન્માષ્ટમી ગોકુળ આઠમ / સાતમ-આઠમ
ઉત્તરાયણ મકરસંક્રાંતિ / પતંગ પર્વ                        
દીપાવલી દિવાળી / પ્રકાશપર્વ
હોળી હુતાસણી / રંગોત્સવ
રક્ષાબંધન બળેવ / નાળિયેરી પૂનમ


 


સાચો જવાબ:


  • ઝગમગતા વીજળીના દીવા




  • સારાં-સારાં કામ / કેટલું બધું કામ




  • નવી દુનિયા / અનોખી વાર્તા




  • મોટાંમોટાં ઘર




૧૨. વાક્યોમાં રહેલાં ક્રિયાપદ અને વિશેષણ

સાચો જવાબ:


  • ક્રિયાપદ: ચડ્યો છે




  • વિશેષણ: ઊંચા




સાચો જવાબ:




    • ક્રિયાપદ: વહે છે




    • વિશેષણ: શુદ્ધ






  •  




સાચો જવાબ:


  • ક્રિયાપદ: ઝૂલે છે




  • વિશેષણ: લીલી




સાચો જવાબ:


  • ક્રિયાપદ: આપે છે




  • વિશેષણ: મીઠું




સાચો જવાબ:


  • ક્રિયાપદ: રમે છે




  • વિશેષણ: તમામ




સાચો જવાબ:














































ક્રમ પહેલાં (ભૂતકાળ) અત્યારે (વર્તમાનકાળ) હવે પછી (ભવિષ્યકાળ)
ઉદા. પંખી ઊડતું હતું. પંખી ઊડે છે. પંખી ઊડશે.
૧ પરી બકા પર ખુશ થઈ હતી. પરી બકા પર ખુશ થાય છે. પરી બકા પર ખુશ થશે.
૨ ભોપો ભમરડો ફેરવતો હતો. ભોપો ભમરડો ફેરવે છે. ભોપો ભમરડો ફેરવશે.
૩ અર્જુને નિશાન તાક્યું હતું. અર્જુન નિશાન તાકે છે. અર્જુન નિશાન તાકશે.
૪ ગઈકાલે દોડની હરીફાઈ રાખી હતી. આજે દોડની હરીફાઈ રાખી છે. આવતીકાલે દોડની હરીફાઈ રાખશે.
૫ વરસાદ પડ્યો હતો. વરસાદ પડે છે. વરસાદ પડશે.

સાચો જવાબ:


  • છોકરો : છોકરા




  • ગામડું : ગામડાં




  • દિવસ : દિવસો




  • સૈનિક : સૈનિકો




  • રમકડું : રમકડાં




  • દીકરી : દીકરીઓ




  • દોરડું : દોરડાં




  • વરસાદ : વરસાદ




સાચો જવાબ: એક સાંજે દાદાજીએ વળી પાછી નવી દુનિયાની વાર્તા કહી. એ નવી વાર્તા તે વીજળીરાણીની વાર્તા, પણ દાદાજીની વાર્તા કહેવાની રીત સાવ અનોખી. એક દિવસ એવું થયું કે રામુ શાળાથી ઘેર આવવાને બદલે વચ્ચે દોસ્તને ઘેર રોકાઈ ગયો. સાંજ પડી તોય રામુ ઘેર આવ્યો નહિ, એટલે બધે શોધાશોધ થઈ રહી. છેવટે ભાઈ તો દોસ્તારને ઘેર ખીચડી ને શાક જમતાં મળી આવ્યા. રામુ ઘેર આવ્યો ત્યારે દાદાજીએ કહ્યું : ‘‘કોઈ એને વઢશો નહિ. બધાં છોકરાં મારી પાસે આવો. ઘેરથી નીકળી, પોતાનું કામકાજ પતાવી, ઘેર પાછા આવવામાં કેટલો લાભ છે તેની વાર્તા કહું.’’ અને એમ કહી, ઘેરથી નીકળી ઘેર પાછી આવતી વીજળીરાણીની વાર્તા દાદાજીએ શરૂ કરી
૧૬. આપેલાં વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં (ગુજરાતીમાં) અનુવાદ કરો.

સાચો જવાબ: રમેશ પોતાના મિત્રના ઘરે જમવા માટે રોકાઈ ગયો.

સાચો જવાબ: પતંગ ઉડાડવાની સાચી મજા તો સવારના સમયે આવે છે.

સાચો જવાબ: ટ્રાન્સફોર્મર (ફીડર) માંથી વિદ્યુત આપણા ઘર સુધી પહોંચે છે.

સાચો જવાબ: જો વીજળી કોપાયમાન થાય, તો તે મોટા મકાનને પણ તોડી પાડી શકે છે.

સાચો જવાબ: વિદ્યુતના કારણે આપણું રોજિંદું જીવન ખૂબ જ સહેલું થઈ ગયું છે.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```