સાચો જવાબ:
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડાં મળી આવ્યાં છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડાં, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાં, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતાં રમકડાં મુખ્ય છે. આ પરથી કહી શકાય કે, હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.