સાચો જવાબ:
ઉત્તરઃ
ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું:
ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદાં ઘરોમાં રહેતા હતા.
તેઓ પશુપાલન કરતા હતા.
લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા.
તેઓ માટીનાં વાસણોનો વધારે ઉપયોગ કરતા.
વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ‘ચિત્રિત ઘૂસરપાત્રો’ તરીકે ઓળખાતાં.
રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી.
ખેડૂતો પોતાની જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા.
કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા.
પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા.
વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર, કર આપતા.
આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો.
આ દ્ર સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.