ધોરણ 7 | విષય: Gujarati
મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું.
ગૌતમબુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો.
શ્રીકૃષ્ણ યોગી સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા.
હજરત મહંમદ પયગંબર રહમ-નેકીના પરમ પ્રચારક હતા.
સઘળાં કામો કર્યાં છતાંય રહ્યા હંમેશાં નિર્લેપી!
1. અંત૨ : અંતઃકરણ, મન
[✓] નરસિંહના અંતરમાં હંમેશાં શ્રીકૃષ્ણ રહેતા.
[ ] તળાજાથી નરસિંહ લાંબું અંતર કાપીને જૂનાગઢ આવેલા.
2. સમ : સરખું, સમાન
[✓] કોઇ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી.
[ ] મેં ભગવાનના સમ ખાઇને કહ્યું, પણ તેમણે ન માન્યું.
કાવ્ય સિવાયના નવા ત્રણ સંયુક્ત શબ્દો:
દેશભક્તિ (દેશ અને ભક્તિ)
જીવનચરિત્ર (જીવન અને ચરિત્ર)
રાષ્ટ્રધ્વજ (રાષ્ટ્ર અને ધ્વજ)
(ઘણી, બસો, મોટાં, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાંછમ, નાનાં, રંગબેરંગી, પિત્તળનો)
ટેકરીની પાછળ એક રળિયામણું ગામ હતું. ગામમાં આશરે બસો ઘરો હતાં. કોઈનાં ઘર મોટાં તો વળી કોઈનાં ઘર નાનાં હતાં. ગામને પાદર કૃષ્ણનું મંદિર. તેના પર નાનકડી ધજા ફરકે. એના આંગણામાં લીલાંછમ ઝાડવાં. તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો. તેનો મધુર રણકા૨ સવાર-સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ખૂબ ભીડ રહે.
મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધાં પ્રાણીઓને રક્ષણ આપ્યું.
શ્રીકૃષ્ણે બધાં જ કાર્યો કર્યાં પરંતુ જીવનભર એ બધાંથી અલિપ્ત રહ્યા.
વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી.
તમે સવારે નીકળશો કે સાંજે?
મેં એને કહ્યું નહોતું છતાં / પરંતુ તેણે મારું કામ કરી નાખ્યું.
ગુરુવારે જો શાળામાં રજા હોય, તો આપણે પુસ્તકમેળામાં જઈશું?
છત્રી હતી તે સારું થયું, નહિતર તું પલળી ગયો હોત.
જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું.
કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું
1. અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ: સંસારના દરેક જીવને જીવવાનો પૂરો અધિકાર છે. હિંસાથી વેર વધે છે જ્યારે અહિંસાથી પ્રેમ અને શાંતિ ફેલાય છે. મહાવીર સ્વામી અને ગાંધીજીએ પણ અહિંસાનો માર્ગ બતાવ્યો છે, જેથી સમાજમાં સુખ-શાંતિ જળવાય રહે.
3. સર્વધર્મ સમભાવ વિશ્વશાંતિનો માર્ગ: દુનિયાના દરેક ધર્મનો અંતિમ ધ્યેય માણસને સારો બનાવવાનો અને પ્રેમ ફેલાવવાનો છે. જો આપણે બધા જ ધર્મો પ્રત્યે આદર અને સમભાવ રાખીશું, તો ધર્મના નામે થતા ઝઘડા બંધ થઈ જશે અને આખા વિશ્વમાં શાંતિ સ્થપાશે.
બખ્તર : ખ્ + ત્ + અ
બુદ્ધ : દ્ + ધ્ + અ
મિસ્ત્રી : સ્ + ત્ + ર્ + ઈ
શાસ્ત્ર : સ્ + ત્ + ર્ + અ
સ્વાતંત્ર્ય : ન્ + ત્ + ર્ + ય્ + અ
ઈસ્ત્રી : સ્ + ત્ + ર્ + ઈ
જ્યોત્સના : ત્ + સ્ + ન્ + આ
રાષ્ટ્રીય : ષ્ + ટ્ + ર્ + ઈ