ધોરણ 7 | విષય: Gujarati
એકલા થઈ શકે તેવાં કામ: લેસન કરવું, વાર્તા વાંચવી, ચિત્ર દોરવું અને પ્રાર્થના કરવી.
સમૂહમાં થઈ શકે તેવાં કામ: ક્રિકેટ કે અન્ય રમત રમવી, શાળાના વર્ગખંડની સફાઈ કરવી અને તહેવારોની ઉજવણી કરવી.
સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ.
ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે.
મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી.
મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે?
અડગ મનના માનવીને હિમાલય નડતો નથી.
ચાલો, ચરણ ઉપાડો! છો ને પર્વત આડો!
ચાલો, ચરણ ઉપાડો! સાથે પગલાં માંડો!
ચાલો, ચરણ ઉપાડો! કૂદી જઈએ ખાડો!
ચાલો, ચરણ ઉપાડો! છો ને ઊંચી વાડો!
ચાલો, ચરણ ઉપાડો! દોડો રાત ને દા’ડો!
ચાલો, ચરણ ઉપાડો! નહીં કો ડરાવે ત્રાડો!
ઉદાહરણ: ચાલો, જમી લઈએ.
ચાલો, રમવા જઈએ.
ચાલો, લેસન કરી લઈએ.
ચાલો, કસરત કરીએ. (આપેલ છે)
ચાલો, સુંદર ગીત ગાઈએ.
શ્વાસ ભરીને દોડવા લાગો. → દોડો, શ્વાસ ભરીને દોડવા લાગો.
ધ્યાન આપીને વાંચવા લાગો. → ચાલો, ધ્યાન આપીને વાંચવા લાગો.
સામેના મકાનમાં આગ લાગી. → જુઓ, સામેના મકાનમાં આગ લાગી!
ડુંગર કેટલો દૂર છે. → જુઓ, ડુંગર કેટલો દૂર છે!
કહો, ... → કહો, તમારો આ બાબતમાં શો વિચાર છે?
બોલો, ... → બોલો, હવે આપણે પ્રવાસે ક્યારે જવાનું છે?
પ્રજાસત્તાક
ભીષ્મપ્રતિજ્ઞા
આત્મવિશ્વાસ
મહત્વાકાંક્ષા
ઉત્સાહપૂર્વક
ભારત એક પ્રજાસત્તાક દેશ છે.
ગાંધીજીએ દેશને આઝાદ કરવાની ભીષ્મપ્રતિજ્ઞા લીધી હતી.
પરીક્ષામાં સફળ થવા માટે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે.
જીવનમાં આગળ વધવા માટે મોટી મહત્વાકાંક્ષા હોવી જોઈએ.
બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પ્રદર્શન જોવા ગયા.
શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. → શાળામાંથી પ્રવાસે ક્યારે જઈશું?
มમ્મીના જન્મ દિવસે દીકરીએ ભેટ આપી. → મમ્મીના જન્મ દિવસે દીકરીએ શું આપ્યું?
અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. → અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે?
પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. → પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા?
ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયાં. → ચિન્ટુ અને મીનુ ફરવા ક્યાં ગયાં?
1. रुक जाना नहीं तुं कहीं हार के कांटो पे चल के मिलेंगे साये बहार के । ભાવાર્થ: જીવનની મુશ્કેલીઓ કે અસફળતાથી હારીને તું ક્યાંય અટકી ન જઈશ; કારણ કે મુશ્કેલીઓ (કાંટા) ભરેલા રસ્તા પર ચાલ્યા પછી જ સુખ અને ખુશીઓનો (વસંતનો) છાંયડો મળે છે.
2. रास्ता है मुश्किल थम तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं । ભાવાર્થ: આપણો પ્રગતિનો માર્ગ ગમે તેટલો મુશ્કેલ હોય, પણ જો આપણે અટકી જઈશું તો કંઈ જ પ્રાપ્ત નહીં થાય. જો આપણા કદમ લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં જ કોઈ જગ્યાએ સ્થિર થઈ જશે, તો જીવનનો વિકાસ રુંધાઈ જશે.