ધોરણ 7 | విષય: Gujarati
ઉપવાસ: ઉપવાસ એટલે મુખ્યત્વે શરીર અને મનને શુદ્ધ કરવા માટે ચોક્કસ સમય માટે ખોરાકનો ત્યાગ કરવો કે માત્ર ફળાહાર કરવો.
વ્રત: વ્રત એટલે કોઈ ચોક્કસ ધાર્મિક કે આધ્યાત્મિક સંકલ્પ લેવો, જેમાં ઉપવાસની સાથે નિયમોનું પાલન, પૂજા-અર્ચના, એકટાણું અને કથા સાંભળવાનો સમાવેશ થાય છે.
ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આળેખતાં હતાં. → (2) સોનલને અચરજ થયું.
તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો. → (4) સોનલ પાણિયારા પાસે પાછી ગઇ.
કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. → (1) સોનલના મોંમાં પાણી આવ્યું.
ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે. → (3) એમ શું કરવા કરતાં હશે તેવો પ્રશ્ન થયો.
"ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે?" → બાને
"ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય?" → ભાઈને (રામુને)
"મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે." → ભાઈને (રામુને)
"તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી?" → ભાઈને (રામુને)
સાપ દૂધ પીએ છે. → ના
સાપને બે જીભ હોય છે. → હા
નાગનો મણિ બહુ કીમતી હોય છે. → ના
સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે. → ના
સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો માંદો પડી જાય. → હા
બધા સાપ ઝેરી હોતા નથી. → હા
સાપ બહુ દૂર જોઈ શકે છે. → ના
સાપને કાન હોતા નથી. → હા
ઉદાહરણ: બધા સાપ ક્યાં ઝેરી હોય છે!
અર્થ: બધા સાપ ઝેરી હોતા નથી.
વાક્ય: સાપને ક્યાં કાન હોય છે!
અર્થ: સાપને કાન હોતા નથી.
વાક્ય: બધા સાપ ક્યાં માણસને કરડે છે!
અર્થ: બધા સાપ માણસને કરડતા નથી.
વાક્ય: સાપને ક્યાં મૂછો ફૂટે છે!
અર્થ: સાપને મૂછો ફૂટતી નથી.
1. કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું.
અર્થ: ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઇચ્છા થઇ
વાક્ય: ગરમાગરમ જલેબી જોઈને રોહિતના મોંમાં પાણી આવી ગયું.
2. બાએ સોનાને માંડીને વાત કહી.
અર્થ: શરૂઆતથી બધી વાત કહી
વાક્ય: દાદાજીએ પ્રવાસથી પાછા આવેલા બાળકોને માંડીને કથા સંભળાવી.
3. સોનાને જવાબ ન આવડતાં ભાભી એની વહારે આવ્યાં.
અર્થ: મદદે આવ્યાં
વાક્ય: સભામાં બોલતી વખતે રમેશ અચકાતાં જ તેનો મિત્ર તેની વહારે આવ્યો.
ઉદાહરણ: સાપ કાઢતાં ઘો પેઠી : એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી.
કહેવત: સાપ ગયા ને લીસોટા રહ્યા.
અર્થ: સમય વીતી ગયા પછી તેનાં એંધાણ રહી જવાં.
કહેવત: ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ.
અર્થ: મહેનત કોઈ એક કરે અને તેનો લાભ બીજો ભોગવે.
કહેવત: સાપે છછુંદર ગળ્યા જેવું થવું.
અર્થ: ધર્મસંકટ કે વિષમ પરિસ્થિતિ ઊભી થવી.
મેં ........... સાપ જોયો.
મેં નાનો સાપ જોયો.
મેં ખેતરમાં નાનો સાપ જોયો.
મેં ગઈકાલે ખેતરમાં નાનો સાપ જોયો.
મેં ગઈકાલે સાંજે ખેતરમાં નાનો સાપ જોયો.
મેં ગઈકાલે સાંજે ખેતરમાં એક નાનો લીલો સાપ જોયો.
| હું બજાર ગયો હતો. | હું બજાર જાઉં છું. | હું બજાર જઈશ. |
|---|---|---|
| અમે સાપ જોયો હતો. | અમે સાપ જોઈએ છીએ. | અમે સાપ જોઈશું. (ઉદાહરણ) |
| અમે ગીરના પ્રવાસે ગયા હતા. (ઉદાહરણ) | અમે ગીરના પ્રવાસે જઈએ છીએ. | અમે ગીરના પ્રવાસે જઈશું. |
અમારે ત્યાં કરડેલી જગ્યાથી થોડે ઉપર પાટો બાંધવામાં આવે છે અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને સરકારી હોસ્પિટલે લઈ જઈ ઇન્જેક્શન અપાવવામાં આવે છે.