ધોરણ 7 | విષય: Sanskrit
मेघो वर्षति प्रवहति नीरम् ।
तुष्यति कृषक: गच्छति गोष्ठम् ॥
અર્થ: વાદળ વરસે છે, પાણી વહે છે. ખેડૂત સંતુષ્ટ થાય છે (ખુશ થાય છે) અને પશુઓના વાડામાં જાય છે.
नयति च वृषभं हलमपि वहति ।
कर्षति क्षेत्रं वपति च बीजम् ॥
અર્થ: તે બળદને લઈ જાય છે અને હળ પણ ઉપાડી જાય છે. તે ખેતર ખેડે છે અને બીજ વાવે છે.
रोहति सस्यं फलति प्रकामम् ।
भवति समृद्धिः मनुकुलवृद्धिः ॥
અર્થ: ધાન્ય (અનાજ) ઉગે છે, પુષ્કળ ફળ આપે છે. સંપત્તિ અને મનુષ્યકુળની વૃદ્ધિ થાય છે.
(કવિ: મહાબલેશ્વર ભટ્ટ)
प्रवहति (પ્રવહતિ)
गोष्ठम् (ગોષ્ઠમ્)
कर्षति (કર્ષતિ)
प्रकामम् (પ્રકામમ્)
समृद्धिः (સમૃદ્ધિઃ)
मनुकुलवृद्धिः (મનુકુલવૃદ્ધિઃ)
वर्षति (વરસે છે)
प्रवहति (વહે છે)
तुष्यति (સંતુષ્ટ થાય છે)
गच्छति (જાય છે)
नयति (લઈ જાય છે)
वहति (ઉપાડે છે / વહન કરે છે)
कर्षति (ખેડે છે)
वपति (વાવે છે)
रोहति (ઉગે છે)
फलति (ફળે છે)
भवति (થાય છે)
(૧)
मेघो वर्षति प्रवहति नीरम् ।
तुष्यति कृषक: गच्छति गोष्ठम् ॥
(૨)
रोहति सस्यं फलति प्रकामम् ।
भवति समृद्धिः मनुकुलवृद्धिः ॥
શ્રાવાણ માસની પૂનમ: શ્રાવણ મહિનાની પૂનમ (રક્ષાબંધન) નો દિવસ "સંસ્કૃત દિવસ" તરીકે પણ ઉજવાય છે.
આર્ષ મહાકાવ્ય: રામાયણ અને મહાભારત આપણાં આર્ષ (ઋષિમુનિઓ દ્વારા રચાયેલાં) મહાકાવ્યો તરીકે પ્રસિદ્ધ છે.
વિલિયમ જોન્સ: યુરોપ ખંડમાં સંસ્કૃત ભાષાના અભ્યાસની શરૂઆત સર વિલિયમ જોન્સે કરી હતી.