chapter 12

ધોરણ 7 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :

સાચો જવાબ: ઉત્તર: ક્ષોભ-આવરણ વિષુવવૃત્ત પર આશરે ૧૬ કિલોમીટર સુધી ફેલાયેલું છે.

સાચો જવાબ: ઉત્તર: ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં રોઝવુડ, અબનૂસ અને મહોગની જેવાં વૃક્ષો જોવા મળે છે.

સાચો જવાબ: ઉત્તર: શંકુદ્રુમનાં જંગલોમાં વાંદરાં, ધ્રુવીય રીંછ, કસ્તૂરી મૃગ અને યાક જેવાં પ્રાણીઓ વધુ જોવા મળે છે.

સાચો જવાબ: ઉત્તર: રણ પ્રદેશના લોકો સતત ઊડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે અને સુતરાઉ તથા ખુલ્લાં વસ્ત્રો પહેરે છે.

સાચો જવાબ:

ઉત્તર: ભારત જેવા દેશોમાં ઉનાળાની ઋતુમાં નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશામાંથી વાતા મોસમી પવનોને નૈઋત્યના પવનો કહે છે.



 


2. ટૂંક નોંધ લખો :

સાચો જવાબ:


  • સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો આવેલાં છે.




  • અહીં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે.




  • આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે.




  • ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે.




સાચો જવાબ:


  • આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં એટલે કે મોટા ભાગના યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે.




  • આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ-શુષ્ક અને શિયાળામાં ઠંડી તથા ભેજવાળી હોય છે.




  • આ જંગલોમાં મુખ્યત્વે ખટાશવાળાં ફળોની વનસ્પતિઓ જેવી કે સંતરા, અંજીર, ઑલિવ (જૈતુન) અને દ્રાક્ષ જોવા મળે છે.




સાચો જવાબ:


  • ક્ષોભ-સીમાથી ઉપર આશરે ૫૦ કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરને સમતાપ આવરણ કહે છે.




  • આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ કે ચક્રવાત જોવા મળતા નથી; અહીં હવા ખૂબ જ સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો ઝડપથી અને ઓછા અવરોધ સાથે ઊડી શકે છે.




  • તેમાં આશરે ૧૫ થી ૩૫ કિમીની ઊંચાઈએ ઑઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.




સાચો જવાબ:


  • પૃથ્વીની આસપાસ હવાનો વિશાળ જથ્થો પોતાના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહે છે.




  • સમુદ્રસપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે અને ઊંચાઈ તરફ જતાં દબાણ ઘટતું જાય છે.




  • વધુ તાપમાનવાળા પ્રદેશમાં હવા ગરમ થઈને ઉપર જતાં હલકું દબાણ રચાય છે, જ્યારે ઓછા તાપમાનવાળા પ્રદેશમાં હવા ઠંડી હોવાથી ભારે દબાણ રચાય છે.




3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

સાચો જવાબ:

ઉત્તર:





  • આબોહવા: સામાન્ય રીતે કોઈ પ્રદેશની ૩૫ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહે છે.




  • માનવજીવન પર અસરો:





    1. ખોરાક: પ્રદેશના ખેતીપાકો મુજબ લોકોનો ખોરાક નક્કી થાય છે; દા.ત., મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં અને પર્વતીય પ્રદેશના લોકો મકાઈ લે છે.




    2. પોશાક: વધુ ઠંડીવાળા પ્રદેશમાં (દા.ત., લદાખ) લોકો ગરમ ઊની વસ્ત્રો અને ગરમ આબોહવાવાળા પ્રદેશમાં (દા.ત., દક્ષિણ ભારત) લોકો સુતરાઉ તથા ખુલ્લાં વસ્ત્રો પહેરે છે.




    3. રહેઠાણ: વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં ઘરના છાપરાં તીવ્ર ઢોળાવવાળા અને ઓછા વરસાદવાળા ક્ષેત્રોમાં સપાટ છાપરાવાળાં મકાનો હોય છે.




    4. કાર્યક્ષમતા: ગરમ-ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે.






સાચો જવાબ:

ઉત્તર:





  • આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે, જે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં આવેલાં છે.




  • આ પ્રદેશમાં આખું વર્ષ ગરમ અને ભારે વરસાદવાળી ભેજયુક્ત આબોહવા હોય છે.




  • આ જંગલોના વૃક્ષોના પાંદડાં એકસાથે ક્યારેય ખરતા નથી, તેથી તે બારેય માસ લીલાં રહે છે.




  • આ જંગલોમાં મુખ્યત્વે રોઝવુડ, અબનૂસ અને મહોગની જેવાં વૃક્ષો થાય છે.




  • ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં આ પ્રકારનાં જંગલો આવેલાં છે.




સાચો જવાબ:

(1) રેડિયો-તરંગોનું પરાવર્તન આયનાવરણ (ઉષ્માવરણ) ને આભારી છે.



(2) પશ્મિનો બકરી કશ્મીર માં જોવા મળે છે.



(3) ધ્રુવો તરફથી ધ્રુવવૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ઠંડા હોય છે.


```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```