ધોરણ 7 | విષય: SocialScience
કેન્દ્રીય સત્તા: શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા. તેઓ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા.
વજીર: બાદશાહને મદદ કરવા મંત્રીપરિષદ હતી. વહીવટીતંત્રના વડાને 'વજીર' (દીવાન-એ-વઝીરે-કુલ) કહેવાતો, જે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો.
મીરબક્ષ: સેનાના વડાને 'મીરબક્ષ' કહેવામાં આવતો. તે સેનાની ભરતી, અધિકારીઓની નિમણૂક અને ગુપ્તચર તંત્ર ('વાકિયાનવીસ') ની દેખરેખ રાખતો.
મીર-એ-સામાન: સમ્રાટની અંગત જરૂરિયાતો અને સરકારી કારખાનાઓની દેખરેખ રાખતો વિભાગ.
કાઝી: ન્યાયવ્યવસ્થાનો વડો 'કાઝી' ગણાતો.
મનસબદારી વ્યવસ્થા: અકબરે સેના અને મહેસૂલ માટે મનસબદારી પદ્ધતિ શરૂ કરી હતી. મનસબદાર જાગીરનો વડો અધિકારી રહેતો અને મહેસૂલ એકઠું કરી કાયદો-વ્યવસ્થા જાળવતો.
મુઘલ શાસકોએ ભવ્ય સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું, જેને હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિની 'ગંગા-જમુના સંસ્કૃતિ' કહેવાય છે:
બાબર: આગ્રા અને લાહોરમાં સુંદર બગીચાઓ બનાવ્યા.
શેરશાહ: સસારામમાં મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી.
અકબર: આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્રીમાં ભવ્ય બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ બંધાવ્યા.
શાહજહાં (સ્થાપત્યનો સુવર્ણયુગ): આગ્રામાં વિશ્વપ્રસિદ્ધ તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્લીમાં પ્રસિદ્ધ લાલકિલ્લો બંધાવ્યો.
ઔરંગઝેબ: ઔરંગાબાદમાં પોતાની પત્નીની યાદમાં 'રાબિયા-ઉદ-દૌરાનનો મકબરો' બંધાવ્યો.
છત્રપતિ શિવાજી મહારાજે નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ૪૦થી પણ વધારે કિલ્લાઓ (જેમ કે તોરણા, રાજગઢ, સિંહગઢ વગેરે) જીત્યા હતા.
તેમણે મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબો સમય સાહસપૂર્વક સંઘર્ષ કરી વિજયો મેળવ્યા.
ઈ.સ. ૧૬૬૫માં મુઘલો સામે સંધિ કરવી પડી અને ઔરંગઝેબે તેમને જેલમાં પૂરી દીધા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરીથી મોરચો માંડી વિજયો પ્રાપ્ત કર્યા.
ઈ.સ. ૧૬૭૪માં રાજગઢમાં તેમનો ભવ્ય રાજ્યાભિષેક થયો અને તેઓ 'હિન્દુ સમ્રાટ' તરીકે ખ્યાતિ પામ્યા.
અકબર એક ઉદાર અને બિનસાંપ્રદાયિક રાજા હતો.
તેમણે બધા ધર્મોના ઉત્તમ તત્ત્વોને એકઠા કરીને 'દીન-એ-ઇલાહી' નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી.
તેમણે હિંદુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધો બાંધ્યા અને સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી.
તેમણે રામાયણ, મહાભારત, અર્થવવેદ, પંચતંત્ર, બાઇબલ અને કુરઆન જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો.
અકબરે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક થતા ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
શાંતિ અને સલામતી: શેરશાહે ડાકુઓ અને લૂંટારાઓને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપી.
નવી વ્યવસ્થા: નવી ટપાલ-વ્યવસ્થા ઊભી કરી અને વેપારીઓ તથા યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી.
ચલણ: તેમણે રૂપિયાનું નવું ચલણ શરૂ કરાવ્યું.
રાજમાર્ગનું નિર્માણ: તેમણે બંગાળ અને ઉત્તર ભારતને જોડતા પ્રખ્યાત 'ગ્રાન્ડ ટ્રંક રોડ' (GTR) નું પુનઃ નિર્માણ કરાવ્યું.
સુધારક શાસક: તે પ્રજાહિતેચ્છુ, સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો