ધોરણ 8 | విષય: Gujarati
૧. હે નાથ ! તારી કૃપા અપરંપાર છે. → પ્રભુ
૨. સવારે પંખીઓનો કલરવ સંભળાય છે. → પંખીઓનો મધુર ધ્વનિ
૩. મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે. → છાપ
૪. નેહાને કામ નહોતું કરવું એટલે તે આમતેમ રસળ્યા કરતી હતી. → ફરવું / ઢીલાશ કરવી
૫. વસંત ઋતુમાં આંબે મહોર મ્હોરે છે. → ખીલવું / કૂંપળ ફૂટવી
૧. તબલાંનો કર્ણપ્રિય અવાજ → નાદ
૨. લતા મંગેશકરની સુમધુર ગાયકી → સૂર
૩. છોકરાંની વાતચીત → કલબલ
૪. પંખીઓનો મધુર ધ્વનિ → કલરવ
૫. પગનો ચાલવાનો અવાજ → પગરવ
૬. બજારમાં વાહનોનો જુદો જુદો અવાજ → ઘોંઘાટ
૧. પગરવ: રાત્રે શાંતિમાં દૂરથી કોઈના પગરવનો અવાજ આવતો હતો.
૨. કલરવ: વહેલી સવારે પંખીઓનો કલરવ મનને આનંદ આપે છે.
૩. કલબલ: વર્ગખંડમાં શિક્ષક ન હોવાથી બાળકો કલબલ કરતા હતા.
૪. લહેરખી: સાંજના સમયે ઠંડી પવનની લહેરખીથી રાહત અનુભવાઈ.
૫. લહેકો: ગાયકે પોતાના મધુર લહેકાથી સૌનું મન મોહી લીધું.
૧. અમે મધુર અવાજ કરતા રહીશું.
પંક્તિ: પણ કલરવની દુનિયા અમારી ! ૨. અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ ઝૂંટવી લીધો છે.
પંક્તિ: વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ૩. વહેલી સવારે શોરબકોર સંભળાય છે.
પંક્તિ: કલબલ તો થાય જ્યાં પહેલો તે ખોર ૪. ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે.
પંક્તિ: લહેકાએ લહેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી ! ૫. સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે.
પંક્તિ: સમા સમાના દઈ સંદેશા લહેરખી અડક્યાનો સાચવે સંબંધ !
૧. આંખે પાટા બાંધીને બોર્ડમાં તમારું નામ લખો.
શી મુશ્કેલી પડી?: સીધી લીટીમાં અને અક્ષરો યોગ્ય કદના લખવામાં મુશ્કેલી પડી.
કેવી રીતે કરી શક્યા?: બોર્ડના કિનારાના સ્પર્શથી અંદાજ લગાવીને લખી શક્યા. ૨. કાનમાં આંગળી નાખો. તમારા મિત્રએ કહેલી કોઈ વાત સાંભળો અને કહો.
શી મુશ્કેલી પડી?: મિત્રનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો.
કેવી રીતે કરી શક્યા?: મિત્રના હોઠના હલનચલન (ઈશારા) જોઈને અંદાજ લગાવ્યો. ૩. આંખો બંધ કરીને ગુજરાતી પાઠ્યપુસ્તકનું પેજ નંબર ૨૬ કાઢો.
શી મુશ્કેલી પડી?: ચોક્કસ પાનું એકી સાથે ખોલવું અઘરું લાગ્યું.
કેવી રીતે કરી શક્યા?: પાના ગણીને અને સ્પર્શના અનુભવથી પેજ શોધી શક્યા. ૪. આંખો બંધ કરીને તમારા મિત્રએ તમારા હાથમાં આપેલી વસ્તુ ઓળખો.
શી મુશ્કેલી પડી?: વસ્તુના રંગ કે આકારનો તરત ખ્યાલ ન આવ્યો.
કેવી રીતે કરી શક્યા?: વસ્તુને ટેરવાં વડે સ્પર્શ કરી અને તેનો આકાર અનુભવીને ઓળખી શક્યા.
(પાઠ્યપુસ્તકની ગ્રીડના અંકોના આધારે મેળવેલા શબ્દો) ૧. નાથ
૨. દુનિયા
૩. કલરવ
૪. પગરવ
૫. નિર
૬. નાવ
૧. આકાશમાં પક્ષી ઊડતું હતું. (ચકલી)
જવાબ: આકાશમાં ચકલી ઊડતી હતી. ૨. રિયા બેઠી બેઠી ખાતી હતી. (યુવરાજ)
જવાબ: યુવરાજ બેઠો બેઠો ખાતો હતો. ૩. બાળકો રમે છે. (હું)
જવાબ: હું રમું છું. ૪. જયદેવ હસતો હસતો લખતો હતો. (કોમલ)
જવાબ: કોમલ હસતી હસતી લખતી હતી. ૫. તપેલી દૂધથી ભરેલી હતી. (તપેલું)
જવાબ: તપેલું દૂધથી ભરેલું હતું.