chapter 6

ધોરણ 8 | విષય: Science

સાચો જવાબ:

સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ નીચે મુજબ છે:





  • સાતત્ય જાળવવા: પ્રજનન દ્વારા સજીવો પોતાના જેવી જ નવી સંતતિ ઉત્પન્ન કરે છે, જેથી પૃથ્વી પર તેમની જાતિનું અસ્તિત્વ અને સાતત્ય પીઢી દર પેઢી જળવાઈ રહે છે.




  • જાતિને લુપ્ત થતી અટકાવવા: જો સજીવો પ્રજનન ન કરે, તો સમય જતાં તે પ્રજાતિના બધા સજીવો મૃત્યુ પામે અને તે જાતિ પૃથ્વી પરથી લુપ્ત થઈ જાય.




સાચો જવાબ:


  1. મનુષ્યમાં લિંગી પ્રજનન દરમિયાન, નર પ્રજનન અંગ (શુક્રપિંડ) માંથી ઉત્પન્ન થતા શુક્રકોષો માદાના યોનિમાર્ગ દ્વારા ગર્ભાશય અને અંડવાહિનીમાં પ્રવેશે છે.




  2. માદાના અંડપિંડમાંથી દર મહિને એક મુક્ત થતો અંડકોષ અંડવાહિનીમાં આવે છે.




  3. અંડવાહિનીમાં જ્યારે લાખો શુક્રકોષોમાંથી એક શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે, ત્યારે તે અંડકોષ સાથે જોડાઈ જાય છે.




  4. શુક્રકોષ અને અંડકોષના કોષકેન્દ્રો જોડાઈને એક થઈ જાય છે. આ જોડાણની પ્રક્રિયાને ફલન (Fertilisation) કહેવાય છે.




  5. ફલનના પરિણામે એકકોષીય યુગ્મનજ (ફલિતાંડ - Zygote) નું નિર્માણ થાય છે, જે નવા સજીવના વિકાસની શરૂઆત છે. (આ ફલન માદાના શરીરની અંદર થતું હોવાથી તેને અંતઃફલન કહે




સાચો જવાબ:

(a) અંતઃફલન થાય છે.





  • ઉત્તર: (i) માદાના શરીરમાં





(b) એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ______ છે.





  • ઉત્તર: (ii) કાયાંતરણ





(c) એક યુગ્મનજમાં જોવા મળતા કોષકેન્દ્રની સંખ્યા ______ હોય છે.





  • ઉત્તર: (ii) એક (કારણ કે શુક્રકોષ અને અંડકોષના કોષકેન્દ્રો જોડાઈને એક કોષકેન્દ્ર બનાવે છે)




સાચો જવાબ:


  • (a) અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે. [ F ] (કારણ કે તેઓ ઈંડાં મૂકે છે)




  • (b) પ્રત્યેક શુક્રકોષ એકકોષીય રચના છે. [ T ]




  • (c) દેડકામાં બાહ્યફલન થાય છે. [ T ]




  • (d) જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે, તેને જન્યુ કહેવાય છે. [ F ] (તેને યુગ્મનજ કહેવાય)




  • (e) ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એકકોષીય રચના છે. [ T ]




  • (f) અમીબા કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે. [ F ] (અમીબા દ્વિભાજન દ્વારા કરે છે)




  • (g) અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે. [ F ]




  • (h) દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. [ T ]




  • (i) ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે. [ T ]




  • (j) ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે. [ F ] (ભ્રૂણ બહુકોષીય હોય છે)




સાચો જવાબ:



















ક્રમ ફલિતાંડ (યુગ્મનજ / Zygote) ગર્ભ (Foetus)
૧ તે શુક્રકોષ અને અંડકોષના ફલનથી બનતી એકકોષીય પ્રાથમિક રચના છે. તે યુગ્મનજના સતત કોષવિભાજનથી બનતી બહુકોષીય રચના છે.
૨ તેમાં શારીરિક અંગો (જેમ કે હાથ, પગ, મોં) ઓળખી શકાતા નથી. તેમાં શારીરિક અંગો (હત, પગ, આંખ, કાન વગેરે) સ્પષ્ટપણે ઓળખી શકાય છે.

સાચો જવાબ:


  • વ્યાખ્યા: જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓના જોડાણ વગર માત્ર એક જ પિતૃમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે, તેને અલિંગી પ્રજનન (Asexual Reproduction) કહે છે.





પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ:





  1. કલિકાસર્જન (Budding - દા.ત., હાઇડ્રા):





    • હાઇડ્રાના શરીરની બહારની સપાટી પરથી એક કે વધુ ઊપસેલા ભાગો (ઉપસાવ) બને છે, જેને કલિકા કહે છે.




    • આ કલિકા ધીમે ધીમે વિકાસ પામીને બાળ હાઇડ્રામાં ફેરવાય છે.




    • પૂર્ણ વિકાસ થયા પછી બાળ હાઇડ્રા પિતૃ શરીરથી અલગ થઈને સ્વતંત્ર સજીવ તરીકે જીવે છે.






  2. દ્વિભાજન (Binary Fission - દા.ત., અમીબા):





    • અમીબા એકકોષીય સજીવ છે.




    • પ્રજનન સમયે સૌપ્રથમ તેના કોષકેન્દ્રનું બે ભાગમાં વિભાજન થાય છે.




    • ત્યારબાદ કોષરસ પણ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને પ્રત્યેક ભાગમાં એક કોષકેન્દ્ર આવે છે.




    • આ રીતે એક પિતૃ અમીબામાંથી બે બાળ અમીબા ઉત્પન્ન થાય છે.






સાચો જવાબ: માદાના ગર્ભાશય (Uterus) ની દીવાલમાં ભ્રૂણનું સ્થાપન થાય છે.

સાચો જવાબ:


  • વ્યાખ્યા: લારવા (ડિંભ) નું કેટલાક ચોક્કસ અને અચાનક થતા શારીરિક પરિવર્તનો દ્વારા પુખ્ત પ્રાણીમાં બદલાવાની પ્રક્રિયાને કાયાંતરણ (Metamorphosis) કહે છે.




  • ઉદાહરણ:





    1. દેડકો: ઈંડું → ટેડપોલ (લારવા) → પુખ્ત દેડકો. (ટેડપોલને પૂંછડી હોય છે અને તે પાણીમાં તરે છે, જ્યારે પુખ્ત દેડકો કૂદી શકે છે અને પૂંછડી હોતી નથી).




    2. રેશમનો કીડો: ઈંડું → કેટરપિલર/લારવા → પ્યુપા → પુખ્ત કીડો.






સાચો જવાબ:
























ક્રમ અંતઃફલન (Internal Fertilisation) બાહ્યફલન (External Fertilisation)
૧ આ ફલન માદા પ્રાણીના શરીરની અંદર થાય છે. આ ફલન માદા પ્રાણીના શરીરની બહાર (સામાન્ય રીતે પાણીમાં) થાય છે.
૨ તેમાં ઉત્પન્ન થતા અંડકોષોની સંખ્યા ખૂબ ઓછી હોય છે. તેમાં સેંકડોની સંખ્યામાં અંડકોષો અને શુક્રકોષો મુક્ત થાય છે.
૩ ઉદાહરણ: મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે. ઉદાહરણ: દેડકા, માછલી, સ્ટારફિશ વગેરે.

સાચો જવાબ:

(આડી અને ઊભી ચાવી મુજબ આપેલા અંગ્રેજી શબ્દો વડે પૂર્તતા):





  • આડી ચાવી (Across):







      1. એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે → FERTILIZATION








      1. મરઘીમાં ફલનનો પ્રકાર → INTERNAL








      1. હાઇડ્રાના શરીર પર ઉપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે → BUDS








      1. અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે → OVARY








  • ઊભી ચાવી (Down):







      1. નરનાં આ પ્રજનનઅંગમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે → TESTIS








      1. ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશનનું ટૂંકું નામ → IVF








      1. આ પ્રાણીઓ ઇંડાં મૂકે છે → OVIPAROUS








      1. અમીબામાં જોવા મળતા વિભાજનનો પ્રકાર → BINARY


















 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```