સાચો જવાબ:
A. (i) સમાંતર રેખાઓ
→ એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ કે જે ક્યારેય એકબીજાને છેદે નહીં તો તે બંને રેખાઓને સમાંતર રેખાઓ કહે છે.
(ii) લંબરેખાઓ
→ બે રેખાઓ એકબીજાને જો લંબરૂપે (90 અંશ ના ખૂણે) છેદે તો તે બંને રેખાઓને લંબરેખાઓ કહેવાય છે.
(iii) રેખાખંડ
→ બે અંત્યબિંદુઓ ધરાવતા રેખાના ભાગને રેખાંખંડ કહે છે.
(iv) વર્તુળની ત્રિજયા
→ વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ પર રહેલા કોઈ બિંદુ વચ્ચેના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે.
(v) ચોરસ
→ જે ચતુષ્કોણની ચારય બાજુ અને ચારેય ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહે છે.
→ અહી સમતલ, રેખા, કાટખૂણો, બિંદુ, વર્તુળનું કેન્દ્ર, પરિઘ, ચતુષ્કોણ, જેવા પદોને વ્યાખ્યાયિત કરીશું.
→ સમતલ, રેખા અને બિંદુ અવ્યાખ્યાયિત પદો છે.
* કાટખૂણો: જે ખૂણાનું માપ બરાબર 90 હોય તેવા ખૂણાને કાટખૂણો કહે છે.
* વર્તુળનું કેન્દ્ર: વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળ પરના દરેક બિંદુથી સમાન અંતરે આવેલ હોય તો તે બિન્દુને વર્તુળનું કેન્દ્ર કહે છે.
* પરિઘ: વર્તુળની પરિમિતિને પરિઘ કહે છે.
* ચતુષ્કોણ: એક જ સમતલમાં આવેલી ચાર ખૂણાઓ અને ચાર બાજુઓ ધરાવતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે.