ધોરણ 9 | విષય: Sanskrit
उदाहरणम् : पंडितः → पण्डितः ( ट वर्गः)
(1) लङ्घनम् – ङ (क वर्गः)
(2) पञ्च – ञ (च वर्गः)
(3) बन्धुः – न (त वर्गः)
(4) तण्डुलः – ण (ट वर्गः)
(1) शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलङ्घनम् । शनैर्विद्या शनैर्वित्तं पञ्चैतानि शनैः शनैः ॥1॥
(2) नास्ति मेघसमं तोयं नास्ति चात्मसमं बलम् । नास्ति चक्षुः समं तेजो नास्ति धान्यसमं प्रियम् ॥4॥
અનુવાદ : ધીમેથી રસ્તો કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા મેળવવી અને ધીમેથી ધન કમાવવું – આ પાંચ બાબતો ધીમે ધીમે (ધીરજપૂર્વક) થાય છે.
અર્થવિસ્તાર : આ સુભાષિતમાં જીવનની પાયાની પાંચ બાબતોમાં ધીરજ અને સાતત્યનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઉતાવળે આંબા પાકતા નથી. પર્વત ચઢવો હોય કે મોટી વિદ્યા મેળવવી હોય, જો ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત કે નુકસાન થાય છે. આ કાર્યો ક્રમશઃ અને ધીરજપૂર્વક કરવાથી જ સફળતા મળે છે.
બોધ : આપણને બોધ મળે છે કે જીવનના મોટા લક્ષ્યો મેળવતી વખતે ઉતાવળ કરવાને બદલે ધૈર્ય, સતત પ્રયત્ન અને સંયમ રાખવો જોઈએ.
અનુવાદ : ઉત્સાહી પુરુષો માટે કંઈ પણ અસાધ્ય (અશક્ય) નથી; યોગ્ય માર્ગે શરૂ કરેલા તમામ પ્રયત્નો સફળ થાય છે.
અર્થવિસ્તાર : આ સુભાષિતમાં મનોબળ, ઉત્સાહ અને યોગ્ય દિશાના પુરુષાર્થનો મહિમા ગવાયો છે. જે માણસ આળસ છોડીને પૂરા ઉત્સાહથી કામમાં ઝંપલાવે છે, તેના માટે કોઈ પણ કાર્ય મુશ્કેલ રહેતું નથી. લાકડું ઘસવાથી અગ્નિ પ્રગટે છે અને જમીન ખોદવાથી પાણી મળે છે, તેમ યોગ્ય માર્ગે કરેલો પ્રયત્ન ક્યારેય એળે જતો નથી.
બોધ : આપણને બોધ મળે છે કે ઉત્સાહ અને યોગ્ય આયોજનપૂર્વક મહેનત કરવાથી અશક્ય લાગતા કાર્યોમાં પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે.