સાચો જવાબ:
વલભીમાં ચાર વેદો, છ વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિગ્રંથો, ચાર ઉપવેદો (આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ) – એમ કુલ ૧૮ વિદ્યાઓનું પઠન-પાઠન થતું હતું. આ ઉપરાંત બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું પણ અધ્યયન થતું હતું.
સાચો જવાબ:
વેદો ચાર છે (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ) અને ઉપવેદો પણ ચાર છે (આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ).
સાચો જવાબ:
મૈત્રક રાજાઓના શાસન દરમિયાન અધ્યયન પૂરું થયા પછી શાસ્ત્રાર્થ માટે વાદસભા યોજાતી. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતો-મતાંતરોનું ખંડન-મંડનપૂર્વક ચિંતન થતું. શાસ્ત્રાર્થમાં વિજેતા બનનાર પંડિતોને રાજા ઇનામ તરીકે જમીન આપતા અને ક્યારેક વિજેતાઓના નામ વિદ્યાપીઠના દ્વાર પર કોતરવામાં આવતા.
સાચો જવાબ:
વલભીમાં ઇ.સ.ની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કન્દસ્વામી, સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિ, તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સૂરિ થઈ ગયા. આ ઉપરાંત જૈન સાધુઓની સભાના અધ્યક્ષ નાગાર્જુન પણ અહીં થઈ ગયા.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8