chapter 14

ધોરણ 9 | విષય: SocialScience

1. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

સાચો જવાબ: હિમાલયની પર્વતશ્રેણીઓમાં જેલાપ લા, નાથુ લા, શિપ્કી લા વગેરે ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે.

સાચો જવાબ: તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવ-જંતુઓ જેવા પરિબળોથી ખડકોનું ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. આ ભૂમિ-આવરણમાં ખડકોના નાના-મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેમાં કેવળ ખનીજ દ્રવ્યો હોય છે. તેને રેગોલિથ કહે છે.

સાચો જવાબ:

નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના મુખ્ય ૩ (ત્રણ) પ્રકારો પડે છે:





  1. આગ્નેય ખડકો




  2. પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો




  3. રૂપાંતરિત ખડકો




સાચો જવાબ: ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવ-જંતુઓ દ્વારા અપક્ષયણ (ખવાણ) થાય છે. તેનાથી ખડકોનો ભૂકો બની ‘રેગોલિથ’ તૈયાર થાય છે. આ રેગોલિથમાં સમયાંતરે જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે અને લાંબા ગાળે જમીનનું નિર્માણ થાય છે.
2. નીચેની શબ્દ-સંકલ્પનાઓ સમજાવો :

સાચો જવાબ: નદી, પવન કે હિમનદી જેવા બળો દ્વારા ઘસડાઈ આવેલા કાંપ, માટી, પથ્થર કે અન્ય પદાર્થોનું કોઈ નીચાણવાળા ભાગમાં કે સમુદ્રતળે જમા થવાની ક્રિયાને નિક્ષેપણ કહે છે.

સાચો જવાબ: નદી ખીણોના ઉપરવાસમાં આવેલી જૂના કાંપ ધરાવતી જમીનને બાંગર કહે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે.

સાચો જવાબ: કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનીજ કહે છે.

સાચો જવાબ: એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે.

સાચો જવાબ: પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર, જે ખેતી અને વનસ્પતિના વિકાસ માટે મૂળભૂત આધાર છે તેને જમીન કહે છે.
3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો :

સાચો જવાબ:


  • ભારતમાં મુખ્યત્વે બે દ્વીપસમૂહો આવેલા છે:





    • લક્ષદ્વીપ દ્વીપસમૂહ: આ દ્વીપસમૂહ અરબ સાગર માં કેરળના કિનારાથી દૂર આવેલો છે. તે નાના-નાના પરવાળાના ટાપુઓથી બનેલો છે. તેનો આકાર ઘોડાની નાળ જેવો હોવાથી તેને ‘ઍટોલ’ કહેવામાં આવે છે.




    • અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ: આ દ્વીપસમૂહ બંગાળાની ખાડી માં આવેલો છે. અહીં ટાપુઓની સંખ્યા વધુ છે અને તે ભારતના કિનારાથી દૂર પર્વતીય હારમાળા સ્વરૂપે પથરાયેલા છે.




    • વિશેષતા: અંદમાન-નિકોબારમાં આવેલો ‘બૅરન’ એ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, જ્યારે તેની નજીકમાં જ ‘નારકોન્ડમ્’ સુષુપ્ત જ્વાળામુખી આવેલો છે. વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ ટાપુઓ ભારત માટે ખૂબ જ મહત્વના છે.






સાચો જવાબ:


  1. કાંપની જમીન: આ જમીનના બે પેટાપ્રકાર પડે છે - નવા કાંપની જમીન (ખદર) અને જૂના કાંપની જમીન (બાંગર). તે અત્યંત ફળદ્રુપ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.




  2. કાળી જમીન (રેગુર): તે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે. તે ચીકણી, કસવાળી અને લાંબા સમય સુધી ભેજ સંગ્રહવાની ક્ષમતા ધરાવે છે. કપાસના પાક માટે ઉત્તમ હોવાથી તેને ‘કપાસની કાળી જમીન’ પણ કહે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં આવેલી છે.




  3. રાતી જમીન: આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. લોહતત્ત્વના કારણે તેનો રંગ રાતો દેખાય છે. તે છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે.




  4. પડખાઉ (લેટેરાઇટ) જમીન: વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્ત્વો ધોવાઈને નીચે ઊતરવાથી બને છે. જૈવિક દ્રવ્યો ઓછા હોવાથી તે ઓછી ફળદ્રુપ હોય છે.




  5. પર્વતીય જમીન: પર્વતીય અને જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. શિવાલિક શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે. મેઘાલય, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ-કશ્મીરમાં જોવા મળે છે.




  6. રણપ્રકારની જમીન: શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો જેવાં કે રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં જોવા મળે છે. તેમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની અછત હોય છે.




સાચો જવાબ:

સામાન્ય રીતે ખનીજોનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે:





  1. ધાતુમય ખનીજો (ધાત્વિક ખનિજો):





    • (અ) કીમતી ધાતુમય ખનીજો: સોનું, ચાંદી, પ્લેટિનમ.




    • (બ) હલકી ધાતુમય ખનીજો: મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ.




    • (ક) સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો: લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ.




    • (ડ) મિશ્રધાતુ રૂપે વપરાતાં ખનીજો: ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ.






  2. અધાતુમય ખનીજો (અધાત્વિક ખનિજો): ચૂનાના ખડકો, ચોક, ઍસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જિપ્સમ (ચિરોડી), સલ્ફર, હીરા વગેરે.




  3. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતાં ખનીજો: કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે.




4. નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: નાગાલૅન્ડ
B: મણિપુર
C: મિઝોરમ
D: મેઘાલય

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: કશીશ : સોનું, ચાંદી, પ્લેટિનમ કીમતી ધાતુમય ખનીજો છે.
B: કિન્ની : બૉકસાઇટ, ટીટાનિયમ અને મૅગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનીજો છે.
C: ) ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
D: નિધિ : સીસું, તાંબું અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતાં ખનીજો છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A:
B:
C:
D:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: 1-B, 2-C, 3-A
B: 1-A, 2-C, 3-B
C: 1-C, 2-B, 3-A
D: 1-B, 2-A, 3-C

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: પશ્ચિમઘાટ ઉત્તરક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે.
B: કર્ણાટકમાં પશ્ચિમઘાટને નીલગિરિ કહે છે.
C: પશ્ચિમઘાટ અરબસાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર-દક્ષિણમાં વ્યાપ્ત છે.
D: કેરળ અને તમિલનાડુની સીમા પર પશ્ચિમઘાટને સહ્યાદ્રિ કહે છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: છોટા નાગપુરનો
B: માળવાનો
C: દખ્ખણનો
D: શિલોંગનો
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```