ધોરણ 9 | విષય: SocialScience
સલામત સ્થળે પોતાની કીમતી તથા અંગત જરૂરિયાતની વસ્તુઓ લઈ આશ્રય લેવો.
પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબીમાં ભેજ ના લાગે તે રીતે દીવાસળીની પેટી સાથે રાખવી.
પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને વાપરવું.
રેડિયો અને મોબાઇલ ફોન અચૂક સાથે રાખવા.
સાપ જેવા ઝેરી જીવોથી સાવધાન રહેવું અને તેને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી.
ત્સુનામી એ સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાં છે, જેને જાપાનીઝ ભાષામાં "વિનાશક મોજાં" કહેવાય છે.
તેની ઉત્પત્તિ સમુદ્ર કે મહાસાગરના તળમાં ૭ કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો અથવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી થાય છે.
આ મોજાં કિનારા પાસે આવતાં ઊંચાઈ ધારણ કરે છે અને પાણીની દીવાલ બની કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવે છે.
૨૬ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા ત્સુનામીમાં ભારત, શ્રીલંકા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આશરે ૨ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બચાવ કામગીરીમાં ન રોકાયેલા લોકોએ ઘટનાસ્થળે ભેગા થવું જોઈએ નહિ.
ગૅસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળાઓ તરફથી પૂર્ણ રીતે સલામત જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ.
જરૂરી પ્રશિક્ષણ અને યોગ્ય સરંજામ કે સાધનો વગર બચાવ કામગીરીમાં જોડાવું નહિ.
ચેપ ન લાગે તે અંગેની પૂરતી સાવચેતી રાખવી અને પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો તથા બચાવથી વાકેફ કરવા.
સંબંધિત વિષાણુજન્ય રોગ માટેની રોગપ્રતિકારક રસી લેવી.
દર્દીઓની સારવાર માટે અલાયદા આઇસોલેશન કે સ્પેશિયલ વૉર્ડની વ્યવસ્થા કરવી.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા અપાતી સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબના પગલાં ભરવાં.
ભૌતિક અસરો: સ્થાવર-જંગમ મિલકતો, રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી અને સંદેશાવ્યવહારની સુવિધાઓ નષ્ટ થાય છે. પૂરથી ખેતીલાયક જમીનનું ધોવાણ થાય છે.
જનજીવન પર અસરો: અનેક લોકો મૃત્યુ પામે છે કે કાયમી વિકલાંગ બને છે. સ્વજનો ગુમાવનારા લોકો ભારે આઘાત અને હતાશામાં સરી પડે છે. બાળકો અનાથ અને વૃદ્ધો નિરાધાર બને છે.
આર્થિક અસરો: પુનઃનિર્માણ માટે મોટા નાણાભંડોળની જરૂર પડે છે, જેથી ચાલુ વિકાસ યોજનાઓ લંબાય છે. રોજગારીના સાધનો નષ્ટ થતાં બેરોજગારી વધે છે.
સામાજિક અસરો: લોકોનું સ્થળાંતર થવાથી સામાજિક ઢાંચો અને તાણાવાણા પ્રભાવિત થાય છે. તહેવારો અને સામાજિક ઉત્સવો નીરસ બની જાય છે.
મકાનોનું નિર્માણ: ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ નુકસાન પામેલા વિસ્તારોમાં નવા મકાનોનું નિર્માણ કરવું પડે છે.
રોજગારી અને સહાય: દુષ્કાળ બાદ લોકોને નવી રોજગારી આપવી તથા ખેતી ક્ષેત્રે સાધન-સહાય પૂરી પાડવી પડે છે.
માનસિક સારવાર: વિનાશ નજરે જોયેલા લોકોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.
તાલીમ અને લોકશિક્ષણ: કાયમી વિકલાંગતા ભોગવતા લોકોને તાલીમ આપવી અને વિષાણુજન્ય રોગો પછી ભવિષ્યના બચાવ માટે જાગૃતિના કાર્યક્રમો યોજવા.