chapter 22

ધોરણ 9 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :

સાચો જવાબ:

જંક્શન (ચાર રસ્તા) પર વાહન-વ્યવહારના સુરક્ષિત નિયંત્રણ માટે ત્રણ રંગનાં ટ્રાફિક સિગ્નલ હોય છે: લાલ, લીલું અને પીળું.





  1. લાલ બત્તી (Red Traffic Signal):





    • ચાર રસ્તા પર સામે લાલ બત્તી હોય ત્યારે વાહનને સ્ટૉપ-લાઇન પહેલાં (અથવા રાહદારી ક્રૉસિંગ કે સિગ્નલ પહેલાં) થોભાવવું.




    • લાલ બત્તી ચાલુ હોય તે વખતે ડાબી બાજુ વળવા માંગતા વાહનચાલક જમણી તરફથી આવતાં વાહનો, રાહદારીઓ અને સાઇકલ-સવારોને અગ્રતા આપ્યા બાદ ડાબી તરફ વળી શકે છે.




    • સતત લબૂક-ઝબૂક થતી લાલ બત્તી હોય ત્યારે વાહન સંપૂર્ણ થોભાવી, રાહદારીઓ અને મુખ્યમાર્ગના વાહનોને અગ્રતા આપ્યા બાદ સલામત જણાય ત્યારે જ આગળ વધવું.






  2. લીલી બત્તી (Green Traffic Signal):





    • ચાર રસ્તા પર સામે લીલી બત્તી હોય અને આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ વાહન આગળ ધપાવવું.




    • દિશાસૂચક લીલા રંગનું તીર (Green Arrow) હોય તો તે તીરની દિશામાં જ આગળ વધી શકાશે.




    • લીલી બત્તી થતાં સમયે રાહદારી ક્રૉસિંગ પરના રાહદારીઓ અને ચાર રસ્તા પર અગાઉથી હાજર વાહનોને પસાર થવાનો માર્ગ આપવો.




    • સતત લબૂક-ઝબૂક થતા લીલા તીર વખતે રાહદારીઓ અને અન્ય વાહનોને માર્ગ આપ્યા પછી સલામત જણાય ત્યારે જ વળવું.






  3. પીળી બત્તી (Amber Traffic Light):





    • ચાર રસ્તા પર સામે પીળી બત્તી થાય ત્યારે વાહનને સ્ટૉપ-લાઇન પહેલાં થોભાવી દેવું.




    • પરંતુ જો વાહન સ્ટૉપ-લાઇન પાર કરી ગયું હોય કે અચાનક થોભાવવાથી પાછળના વાહન સાથે અથડામણની શક્યતા હોય, તો વાહન થોભાવ્યા વગર સલામત રીતે સિગ્નલ પાર કરી લેવું.




    • સતત લબૂક-ઝબૂક થતી પીળી બત્તી હોય ત્યારે વાહન ધીમું કરી રાહદારીઓ અને ચાર રસ્તા પર અગાઉથી હાજર વાહનોને માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું.






2. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો :

સાચો જવાબ:

માર્ગનો અધિકાર (Right of Way) મેળવતી વખતે અને આપતી વખતે વાહનચાલકે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:





  • ‘થોભો’ (STOP) નો સંકેત: ‘થોભો’ ના સંકેત પહેલાંની સ્ટૉપ-લાઇન પહેલાં વાહન થોભાવી દેવું. મુખ્યમાર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપવી અને આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ સાવચેતીપૂર્વક પ્રવેશી આગળ વધવું.




  • ‘માર્ગ આપો’ (Give Way) નો સંકેત: આ સંકેત હોય ત્યારે વાહન ધીમું કરવું, જે માર્ગ પર પ્રવેશ કરવાનો હોય તે માર્ગના વાહન-વ્યવહારને અગ્રતા આપી પછી સાવચેતીથી આગળ વધવું.




  • રાહદારીઓને અગ્રતા: ‘માર્ગ આપો’ કે ‘થોભો’ ના સંકેત પહેલાં રાહદારી ક્રૉસિંગ ન હોય તો પણ વાહનચાલકે રાહદારીઓને પ્રાધાન્ય આપવું.




  • જગ્યામાંથી પ્રવેશતી વખતે: રહેણાંક કે વાણિજ્ય વિસ્તાર જેવી નજીકની જગ્યાઓમાંથી જાહેર માર્ગ પર પ્રવેશતાં પહેલાં ચાલુ વાહન-વ્યવહારને અગ્રતા આપવી.




  • ઢોળાવવાળા માર્ગ પર: ઢાળ કે ઢોળાવવાળા માર્ગ પર ઢાળ ચડી રહેલાં વાહનોને પ્રથમ અગ્રતા આપવી.




  • આપાતકાલીન વાહનો: અગ્નિશામક વાહન (ફાયર બ્રિગેડ) કે ઍમ્બ્યુલન્સ જેવાં આપાતકાલીન વાહનો પસાર થતાં હોય ત્યારે પોતાના વાહનને તાત્કાલિક બાજુ પર હટાવી તેને પહેલાં આગળ જવા માટે માર્ગ કરી આપવો.




3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

સાચો જવાબ:

નીચે દર્શાવેલ જગ્યાઓએ ક્યારેય યુ ટર્ન લેવો નહિ:





  • જ્યાં માર્ગ-સંકેતથી અથવા ટ્રાફિક સિગ્નલથી યુ ટર્ન પર પ્રતિબંધ હોય.




  • સતત વાહન-વ્યવહાર ચાલુ રહેતો હોય તેવા વ્યસ્ત જાહેર માર્ગો પર.




  • મુખ્યમાર્ગ, ધોરીમાર્ગ (Highways) કે એક્સપ્રેસ વે પર.




  • એક (single) કે બેવડા (double) સળંગ સફેદ કે પીળા પટ્ટાને પાર કરીને.




સાચો જવાબ:

પીળી બત્તી સૂચવે છે કે:





  • વાહનચાલકે સ્ટૉપ-લાઇન કે રાહદારી ક્રૉસિંગ પહેલાં વાહન થોભાવી દેવું.




  • જો વાહન સ્ટૉપ-લાઇનથી ખુબ નજીક હોય કે તેને અચાનક રોકવાથી અકસ્માત થવાની શક્યતા હોય, તો વાહન સલામત રીતે પસાર કરી લેવું.




  • જો પીળી બત્તી લબૂક-ઝબૂક થતી હોય, તો વાહન ધીમું કરી રાહદારીઓ અને ચાર રસ્તા પરના અગાઉથી હાજર વાહનોને માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું.




4. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: માર્ગની ડાબી તરફ
B: માર્ગની જમણી તરફ
C: ડ્રાઇવરની જમણી તરફ
D: જે તરફ જગ્યા હોય તે તરફ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: માર્ગની જમણી બાજુ
B: માર્ગની ડાબી બાજુ
C: રોંગ સાઇડ
D: જે દિશામાં વાહન-વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: આપાતકાલીન વાહન
B: ભારે વાહન
C: પૅસેન્જર વાહન
D: માલવાહક વાહન

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: પોતાની જમણી તરફની લેનમાં
B: પોતાની ડાબી તરફની લેનમાં
C: પોતાની સીધી લેનમાં
D: ખાલી લેનમાં
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```