chapter 4

ધોરણ 9 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો:

સાચો જવાબ:


  • સ્વરૂપ:





    • વાઇસરોય કર્ઝને ૧૬ ઑક્ટોબર, ૧૯૦૫ના રોજ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ હેઠળ બંગાળના ભાગલા પાડ્યા.




    • આ વિભાજનના વિરોધમાં બંગાળમાં ‘રાષ્ટ્રીય શોક દિન’ ઉજવાયો અને આંદોલન શરૂ થયું.




    • આ ચળવળના ત્રણ મુખ્ય લક્ષણો હતા: ૧. સ્વદેશી અપનાવવું. ૨. વિદેશી માલનો બહિષ્કાર કરવો. ૩. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.




    • લોકોએ એકબીજાને હાથે રાખડી બાંધીને એકતા દર્શાવી.






  • પરિણામો:





    • ઇંગ્લૅન્ડના વેપારને ફટકો: માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થયું અને ઇંગ્લૅન્ડથી આયાત થતી ખાંડ, બૂટ, સિગારેટ વગેરેની આયાતમાં ઘટાડો થયો.




    • ભારતીય ઉદ્યોગોને વેગ: ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું અને સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા.




    • દેશવ્યાપી અસર: આ ચળવળ માત્ર બંગાળ પૂરતી સીમિત ન રહેતા પંજાબ, ઉત્તરપ્રદેશ, મુંબઈ, મદ્રાસ અને ગુજરાત સુધી પ્રસરી.




    • ભાગલા રદ: ચળવળના વિજયરૂપે બ્રિટિશ પાર્લમેન્ટે ઈ.સ. ૧૯૧૧માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા.






સાચો જવાબ:


  • ઉદ્ભવ:





    • ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.




    • બંગભંગ આંદોલન, ૧૯૦૭ના સુરત અધિવેશનમાં ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગલા, અને કોંગ્રેસની અરજીઓ કરવાની ઢીલી નીતિના વિરોધમાંથી ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો જન્મ થયો.




    • લાલ-બાલ-પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી યુવાનોમાં નવું ચૈતન્ય રેડ્યું.




    • લોકમાન્ય ટિળકે સૂત્ર આપ્યું: “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ.”






  • વિકાસ:





    • સંસ્થાઓ: ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ‘મિત્રમેળા સોસાયટી’, ‘અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ’ જેવી સંસ્થાઓ સ્થપાઈ.




    • વર્તમાનપત્રો: સંધ્યા, યુગાંતર, નવશક્તિ, કેસરી, મરાઠા અને વંદેમાતરમ્ જેવા વર્તમાનપત્રોએ પ્રેરણા પૂરી પાડી.




    • મુખ્ય બનાવો:





      • અલીપુર, હાવડા અને ઢાકા હત્યાકાંડ.




      • વાઇસરોય હાર્ડિજ અને અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બૉમ્બ ફેંકવાના બનાવો.




      • બીજા તબક્કામાં (૧૯૨૦-૪૨) કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને દિલ્હીની કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ નાખવાના બનાવો બન્યા.






    • મુખ્ય ક્રાંતિવીરો: વીર સાવરકાર, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ ‘બિસ્મિલ’, અશફાક ઉલ્લાખાઁ, ચંદ્રશેખર ‘આઝાદ’, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ વગેરે.






સાચો જવાબ:


  • કાર્યક્રમો:





    • રચનાત્મક પાસું: હિન્દુ-મુસ્લિમ એકતા દૃઢ બનાવવી, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર-ઘેર રેંટિયા ફરતા કરવા, ‘ટિળક સ્વરાજ્ય ફંડ’માં ૧ કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ.




    • ખંડનાત્મક પાસું: સરકારી નોકરીઓ, ધારાસભાઓ, શાળા-કૉલેજોનો ત્યાગ કરવો, અદાલતો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપવા, વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, ઇલકાબો/ખિતાબો પાછા આપવા.






  • મુખ્ય બનાવ:





    • ગાંધીજીએ ‘કૈસરે હિંદ’ અને રવીન્દ્રનાથ ઠાકુરે ‘નાઇટ હુડ’નો ખિતાબ ત્યાગ્યો.




    • કાશી, બિહાર, જામિયા-મિલિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપાઈ.




    • ઉત્તર પ્રદેશના ચૌરી-ચૌરા ગામે (૫ ફેબ્રુઆરી, ૧૯૨૨) હિંસક બનાવ બનતાં ૨૧ પોલીસો જીવતા સળગી ગયા. આથી ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું.






  • અસરો:





    • લોકોમાં અન્યાય સામે લડવાની ભાવના પ્રબળ બની અને રાજકીય જાગૃતિ આવી.




    • પ્રજામાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો.




    • યુવાનો અને સ્ત્રીઓ રાષ્ટ્રસેવામાં જોડાયા.




    • કૉંગ્રેસ સામાન્ય જનતાની સંસ્થા બની અને રાષ્ટ્રીય શિક્ષણને વેગ મળ્યો.






2. ટૂંક નોંધ લખો:

સાચો જવાબ:


  • મુખ્ય નેતાઓ: શ્યામજીકૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકાર, લાલા હરદયાલ, મેડમ ભિખાઈજી કામા, સરદારસિંહ રાણા, રાજા મહેન્દ્ર પ્રતાપ વગેરે.




  • મુખ્ય પ્રવૃત્તિઓ:





    • ઇંગ્લૅન્ડ અને અમેરિકા: ઇંગ્લૅન્ડથી છૂપી રીતે રસોઇયાના બિસ્તરામાં શસ્ત્રો ભારત મોકલાતા. ૧૯૦૭માં અમેરિકામાં લાલા હરદયાલે ‘ગદર પાર્ટી’ની સ્થાપના કરી.




    • જર્મની: ૧૯૦૭માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ ભિખાઈજી કામાએ સૌપ્રથમ વાર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.




    • અફઘાનિસ્તાન: રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખપદે ‘કામચલાઉ સ્વતંત્ર સરકાર’ની રચના થઈ.




    • અન્ય દેશો: બર્મામાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી






સાચો જવાબ:


  • બ્રિટિશ સરકારે ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવા કાયદાખાતાના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે આ કાયદો ઘડ્યો.




  • આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી.




  • ગાંધીજીએ આને ‘કાળો કાયદો’ કહ્યો, કારણ કે તે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી નાખતો હતો.




  • મોતીલાલ નેહરુના મતે આ કાયદાથી ‘દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર’ છીનવી લેવામાં આવ્યો હતો.




સાચો જવાબ:


  • પૃષ્ઠભૂમિ: પંજાબના લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલૂની ધરપકડના વિરોધમાં અમૃતસરના જલિયાંવાલા બાગમાં વૈશાખીના દિવસે એક સભા આયોજિત થઈ હતી.




  • બનાવ: જનરલ ઓડોનીલ ડાયરે કશી પણ પૂર્વચેતવણી આપ્યા વગર મશીનગનથી નિર્દોષ પ્રજા પર ગોળીબાર કરાવ્યો. બાગનો એક જ સાંકડો રસ્તો હોવાથી અને દીવાલો ઊંચી હોવાથી હજારો લોકો ફસાયા.




  • પરિણામ: સરકારી અહેવાલ મુજબ ૩૭૯ મરણ પામ્યા, જ્યારે કોંગ્રેસની તપાસ સમિતિ મુજબ ૧૦૦૦ લોકો માર્યા ગયા હતા.




  • અસર: અંગ્રેજ સરકારે ડાયરનો બચાવ કર્યો, પરંતુ આ બનાવથી ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની શ્રદ્ધા ડગી ગઈ અને અસહકારના આંદોલનની ભૂમિકા સર્જાઈ.




સાચો જવાબ:


  • સ્થાપના: અસહકારનું આંદોલન મોકૂફ રહ્યા પછી રાજકીય જાગૃતિ ટકાવી રાખવા માટે ૧૯૨૩માં ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી.




  • હેતુ: ધારાસભાઓમાં પ્રવેશીને સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો.




  • કામગીરી:





    • ૧૯૨૩ની ચૂંટણીમાં કેન્દ્રીય ધારાસભા અને પ્રાંતોમાં બહુમતી મેળવી.




    • અંદાજપત્રો અને અયોગ્ય ખરડાઓ ના મંજૂર કરીને સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવા મજબૂર કરી.




    • સ્વરાજ્ય પક્ષની સફળ કામગીરીના કારણે જ સરકારે સાયમન કમિશન બે વર્ષ વહેલું નીમવું પડ્યું.






  • પતન: જૂન, ૧૯૨૫માં ચિત્તરંજનદાસનું અવસાન થતાં પક્ષ નબળો પડ્યો અને સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ.




૩. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

સાચો જવાબ:


  • ક્યારે અને કોણે: ઈ.સ. ૧૯૦૫માં વાઇસરોય કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા.




  • શા માટે: અંગ્રેજોએ વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમવાદને ઉત્તેજન આપી, બંગાળમાં વધી રહેલી રાષ્ટ્રીય ચેતના અને એકતાને તોડવા માટે ('ભાગલા પાડો અને રાજ કરો' નીતિ હેઠળ) ભાગલા પાડ્યા.




સાચો જવાબ:


  • ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા શ્રી અરવિંદ ઘોષે તૈયાર કરી હતી, અને તેમના ભાઈ બારીન્દ્રકુમાર ઘોષે તેને આગળ ધપાવી.




  • અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી.




  • અંગ્રેજોને ખબર ન પડે તે માટે ‘દેશી વનસ્પતિ દવાઓ’, ‘સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’ જેવી પુસ્તિકાઓમાં બૉમ્બ બનાવવાની રીતો છાપવામાં આવતી.




  • ચાંદોદ-કરનાળી પાસે ‘ગંગનાથ વિદ્યાલય’ની સ્થાપના કરી અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી.




  • ૧૯૦૯માં અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો.




સાચો જવાબ:


  • કારણ કે રૉલેટ ઍક્ટ દ્વારા નાગરિકોના વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યને હણી નાખવામાં આવ્યું હતું. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની વિનામુકદ્દમે ધરપકડ કરી તેને જેલમાં પૂરી રાખી શકાતી હતી.




સાચો જવાબ:


  • ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી-ચૌરા ગામે (૫ ફેબ્રુઆરી, ૧૯૨૨) ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી, જેમાં ૨૧ પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક બનાવથી દુઃખી થઈને ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખ્યું.




સાચો જવાબ:


  • જૂન, ૧૯૨૫માં પક્ષના મુખ્ય નેતા ચિત્તરંજનદાસનું અવસાન થવાથી, કેટલાક સભ્યો દ્વારા સરકારને સહયોગ આપવાથી અને કેટલાક સભ્યોએ ‘નેશનલ પાર્ટી’ નામનો નવો પક્ષ સ્થાપવાથી સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ ગઈ.




4. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```