chapter 5

ધોરણ 9 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો:

સાચો જવાબ:


  • પૃષ્ઠભૂમિ: બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ અને ક્રિપ્સ દરખાસ્તોની નિષ્ફળતાથી ભારતીયોમાં નિરાશા અને રોષ વ્યાપી ગયો હતો. બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતી નથી તે સ્પષ્ટ થતાં ગાંધીજીએ આખરી લડત આપવાનો નિર્ણય કર્યો.




  • ઠરાવ: 8 ઓગસ્ટ, 1942ની રાત્રે મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ ‘હિન્દ છોડો’ નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ "કરેંગે યા મરેંગે" નું સૂત્ર આપ્યું.




  • ગિરફ્તારીઓ અને હડતાળો: 9 ઓગસ્ટની વહેલી સવારે જ ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ જેવા અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી. તેના વિરોધમાં આખા દેશના શહેરો અને ગામડાઓમાં સ્વયંભૂ સખત હડતાળો પડી.




  • હડતાળોના બનાવો:





    • દેશભરના મજૂરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓએ આંદોલનમાં ભાગ લીધો.




    • જમશેદપુરના લોખંડના કારખાનામાં અને મુંબઈ-મદ્રાસની કાપડ મિલોમાં હડતાળ પડી.




    • અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી.






  • ભાંગફોડની પ્રવૃત્તિઓ: સરકારી દમનનીતિના વિરોધમાં લોકોનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. લોકોના ટોળાંઓએ સરકારી મિલકતો જેવી કે રેલવે, તાર-ટેલિફોન, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓને તોડી નાખી તથા આગ લગાડી.




  • સરકારનું દમન અને પરિણામ: સરકારે ચળવળને કચડી નાખવા સામુદાયિક ધરપકડો, લાઠીચાર્જ અને ગોળીબાર કર્યા. 70,000થી વધુ લોકોને જેલમાં પૂર્યા અને 1,000થી વધુ લોકો શહીદ થયા. આ ઉગ્ર લડતથી બ્રિટિશ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતમાં વધુ સમય શાસન ટકાવી શકાશે નહીં.




સાચો જવાબ:


  • આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ: સુભાષચંદ્ર બોઝે 1943માં સિંગાપુર પહોંચીને ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ અને ‘આઝાદ હિન્દ ફોજ’નું નેતૃત્વ સંભાળ્યું. તેમને લોકોએ પ્રેમથી ‘નેતાજી’ નામ આપ્યું.




  • સૂત્રો અને પ્રોત્સાહન: નેતાજીએ સૈનિકોને ‘ચલો દિલ્લી’, ‘જય હિન્દ’ અને ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ જેવાં જોશ પૂરાવતાં સૂત્રો આપ્યાં.




  • કામચલાઉ સરકારની સ્થાપના: નેતાજીએ સિંગાપુરમાં કામચલાઉ (આરઝી) સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. આ સરકારને જર્મની, જાપાન, ઈટાલી વગેરે દેશોએ માન્યતા આપી.




  • સૈન્ય કારવાઈ:





    • નેતાજીના નેતૃત્વમાં ફોજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદ તરફ આગળ વધીને રંગૂન, પ્રોમ, કોહીમા (નાગાલેન્ડ) અને ઈમ્ફાલ (મણિપુર) જેવા પ્રદેશો કબજે કર્યા.






  • વિપરીત પરિસ્થિતિ અને પીછેહઠ: બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકતા જાપાને શરણાગતિ સ્વીકારી. આથી આઝાદ હિન્દ ફોજને જાપાન તરફથી મળતી સહાય બંધ થઈ.




  • નેતાજીની શહીદી: 18 ઓગસ્ટ, 1945ના રોજ તાઈપાઈ વિમાનમથકે વિમાન અકસ્માતમાં નેતાજીનું અવસાન થયું (જે આજે પણ એક રહસ્ય છે).




  • ઐતિહાસિક અસર: યુદ્ધ પછી આઝાદ હિન્દ ફોજના સેનાપતિઓ પર ચલાવાયેલા કેસ અને મુંબઈના નૌકા-વિગ્રહના કારણે દેશભરમાં પ્રચંડ લોકરોષ જાગ્યો, જેનાથી મજબૂર થઈને અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરવી પડી.




2. ટૂંક નોંધ લખો:

સાચો જવાબ:


  • સ્થાપના: 1919ના મોન્ટફર્ડ (મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ) સુધારાની જોગવાઈ મુજબ 10 વર્ષ પછી કમિશન નીમવાનું હતું, પરંતુ બે વર્ષ પહેલાં એટલે કે 1927માં સર જ્હોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ કમિશનની નિમણૂક કરાઈ.




  • ભારતીયોનો વિરોધ: સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને તે બધા જ અંગ્રેજો હતા. ભારતનું બંધારણ ઘડવામાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હોવાથી ભારતીયોએ તેનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું.




  • વિરોધ પ્રદર્શનો: સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે લોકોએ હડતાળો, સભાઓ, સરઘસો યોજીને "સાયમન ગો બેક" (સાયમન પાછા જાઓ) ના નારા અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો.




  • સરકારી દમન અને લાલાજીનું અવસાન: અંગ્રેજ સરકારે દમનનીતિ અપનાવી. લાહોરમાં કમિશન વિરોધી સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય પર પોલીસે ગંભીર લાઠીચાર્જ કર્યો, જેના કારણે થોડા સમય પછી તેમનું અવસાન થયું. આ ઘટનાથી ઉશ્કેરાઈને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ સાંડર્સની હત્યા કરી હતી.




સાચો જવાબ:


  • પૃષ્ઠભૂમિ: નેહરુ કમિટી દ્વારા રજૂ કરાયેલા ‘નેહરુ અહેવાલ’માં ‘સાંસ્થાનિક સ્વરાજ્ય’ (ડોમિનિયન સ્ટેટ્સ)ની માગણી કરવામાં આવી હતી. પરંતુ જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ તેનાથી સંતોષ્ટ ન હતા, તેઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા.




  • પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ: 1929ના ડિસેમ્બરમાં રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નેહરુના અધ્યક્ષપણા હેઠળ હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)નું અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં ‘પૂર્ણ સ્વરાજ્ય’ નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો.




  • પ્રથમ સ્વતંત્રતા દિનની ઉજવણી: આ ઠરાવ અનુસંધાને 26 જાન્યુઆરી, 1930 ના રોજ દેશભરમાં સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમ વાર 'સ્વતંત્રતા દિવસ' ઉજવવામાં આવ્યો.




  • મહત્ત્વ: 26 જાન્યુઆરીના આ ઐતિહાસિક દિવસનું મહત્ત્વ જાળવી રાખવા માટે આઝાદી પછી 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું.




સાચો જવાબ:


  • હેતુ: સવિનય કાનૂન ભંગ આંદોલનના ભાગરૂપે મીઠા જેવા કરમુક્ત હોવા જોઈતા જીવનજરૂરી પદાર્થ પરના અન્યાયી કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ દાંડીયાત્રાનું આયોજન કર્યું.




  • પ્રસ્થાન: 12 માર્ચ, 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી ગાંધીજીએ પોતાના 78 સત્યાગ્રહી સાથીદારો સાથે દાંડીકૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી હતું.




  • પ્રતિજ્ઞા: કૂચ દરમિયાન ભાટ મુકામે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી: "કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું."




  • જનજાગૃતિ: માર્ગમાં આવતાં અસલાલી, આણંદ, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા ગામો-નગરોમાં સભાઓ ભરીને ગાંધીજીએ લોકોને મીઠાના કાયદાનો ભંગ અને સવિનય કાનૂન ભંગનું મહત્ત્વ સમજાવ્યું.




  • મીઠાના કાયદાનો ભંગ: 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930 ના રોજ સવારે 6:30 વાગ્યે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું ઊંચકીને ગાંધીજીએ બોલ્યા: "મૈંને નમક કા કાનૂન તોડ દિયા" અને કહ્યું કે "હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું."




  • સરખામણી: શ્રી મહાદેવભાઈ દેસાઈએ આ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે.




સાચો જવાબ:


  • જનમ અને અભ્યાસ: સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમણે ઇંગ્લેન્ડ જઈને ખૂબ અઘરી ગણાતી ICS ની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરી હતી.




  • રાજકીય સફર: ભારત પાછા ફરીને તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા. 1938માં હરિપુરા (સુરત) કોંગ્રેસ અધિવેશનમાં માત્ર 41 વર્ષની વયે તેઓ પ્રમુખ બન્યા.




  • ફોરવર્ડ બ્લોક: ગાંધીજી સાથે વિચારોમાં મતભેદ થતાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ‘ફોરવર્ડ બ્લોક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.




  • નજરકેદ અને પલાયન: બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી નજરકેદ રાખ્યા. પરંતુ તેઓ પઠાણના છૂપા વેશે નજરકેદમાંથી છટકીને પેશાવર, કાબૂલ, રશિયા થઈને જર્મની (બર્લિન) પહોંચ્યા.




  • આઝાદ હિન્દ ફોજ: જર્મનીથી સબમરીન દ્વારા તેઓ જાપાન અને ત્યાંથી સિંગાપુર પહોંચ્યા. 1943માં તેમણે ‘આઝાદ હિન્દ ફોજ’ અને ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’નું પ્રમુખપદ સંભાળ્યું.




  • નેતાજી અને શહીદી: તેમણે દેશવાસીઓને ‘નેતાજી’ નું નામ આપ્યું અને ‘જય હિન્દ’ તથા ‘ચલો દિલ્લી’ ના નારા આપ્યા. 18 ઓગસ્ટ, 1945ના રોજ વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે.




3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

સાચો જવાબ: સાયમન કમિશનના તમામ 7 સભ્યો અંગ્રેજો હતા અને તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિને સામેલ કરવામાં આવ્યો ન હોવાથી ભારતના લોકોએ તેનો વિરોધ કર્યો

સાચો જવાબ: આઝાદ હિંદ ફોજનાં મુખ્ય સૂત્રો: ‘ચલો દિલ્લી’, ‘જય હિન્દ’ અને ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા’ હતાં.

સાચો જવાબ: માઉન્ટ બેટન યોજના 3 જૂન, 1947 ના રોજ રજૂ થઈ.

સાચો જવાબ: અંગ્રેજોએ સત્તા સોંપી ત્યારે ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી સી. રાજગોપાલાચારી ને નીમવામાં આવ્યા હતા.
4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```